<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st July 2026

લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતસિંહ જાડેજાનો આજે જન્‍મદિવસ

 

(સલીમ વલોરા દ્વારા) લોધીકા તા. ૧ લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને હાલ જિલ્લા ભાજપમાં કોટડા સાંગાણી તાલુકાના પ્રભારી તરીકે સેવા આપી રહેલા ભરતસિંહ જાડેજાનો આજે તા. ૧ જુલાઈ, ૨૦૨૬ના રોજ જન્‍મદિવસ છે.

ભરતસિંહ જાડેજા જનસંઘ સમયથી ભારતીય જનતા પક્ષના સમર્પિત આગેવાન સ્‍વ. ગુમાનસિંહ માધુભાઈ જાડેજાના પુત્ર છે. તેઓ બાળપણથી જ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, વિશ્વ હિન્‍દુ પરિષદ, બજરંગ દળ તેમજ ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે નિષ્ઠાપૂર્વક સેવાકાર્ય સાથે જોડાયેલા રહ્યા છે. તેમની કાર્યનિષ્ઠા અને સંગઠન પ્રત્‍યેની વફાદારીને ધ્‍યાનમાં રાખીને ભારતીય જનતા પક્ષ દ્વારા તેમને તાલુકા પંચાયતના સભ્‍ય, તાલુકા ભાજપ પ્રમુખ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સતત બે કાર્યકાળ સુધી જવાબદારી સોંપવામાં આવી હતી.

તેમના કાર્યકાળ દરમિયાન રાજ્‍ય સરકાર અને કેન્‍દ્ર સરકારની વિવિધ જનકલ્‍યાણકારી યોજનાઓનો લાભ લોધીકા ગામ સહિત તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચે તે માટે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. તાલુકાના સર્વાંગી વિકાસમાં તેમના યોગદાનને સ્‍થાનિક સ્‍તરે મહત્‍વપૂર્ણ માનવામાં આવે છે. હાલ તેઓ જિલ્લા ભાજપમાં કોટડા સાંગાણી તાલુકાના પ્રભારી તરીકે પોતાની જવાબદારીઓ નિભાવી રહ્યા છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છકો, કાર્યકરો અને મિત્રવર્તુળ તરફથી તેમના મોબાઇલ નંબર ૯૮૨૫૪૮૨૪૩૦ પર શુભેચ્‍છાઓનો ધોધ વરસી રહ્યો છે.

(10:56 AM IST)