<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

મોરબી જીલ્‍લા ભાજપના પૂર્વ મહામંત્રી, જેઠાભાઇ મીંયાત્રાનો જન્‍મદિવસ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા.૨: મોરબી ભાજપના પાયાના કાર્યકરથી માંડી જીલ્‍લા ભાજપ બક્ષીપંચ મોર્ચો, પ્રભારી અને જીલ્‍લા ભાજપના પૂર્વ મહામંત્રી અને મોરબી જીલ્‍લા ભાજપ સંગઠન માટે ઉલ્‍લેખનીય કામગીરી કરનાર જેઠાભાઇ મીંયાત્રાનો આજે જન્‍મદિવસ છે.

હોટલ, ઓઇલપેઈન્‍ટ તેમજ બાંધકામ જેવા વ્‍યવસાઈક ક્ષેત્રે ખુબ સારી પ્રગતિ કરનાર જેઠાભાઇ સામાજીક રીતે પણ મોરબી મચ્‍છોયા આહીર વિદ્યાર્થી ભવનના ટ્રસ્‍ટી, વવાણીયા ખાતે આવેલ રામબાઈ માં જગ્‍યાના ટ્રસ્‍ટી, મોરબી જમીન વિકાસ બેંકના ડિરેક્‍ટર અને અમદાવાદ આહીર વિદ્યાર્થી ભવનના ટ્રસ્‍ટી તરીકે સેવાઓ આપી રહ્યા છે.

સંયુક્‍ત કુટુંબના હિમાયતી અને  જે સંયુક્‍ત કુટુંબને  મળવાની ઈચ્‍છા બાદ, પરિવારને મળી ખુશી વ્‍યક્‍ત કરનાર સાંસદ પરસોતમ રૂપાલાએ સ્‍વ. રમુભાઇ મીંયાત્રાના સંયુક્‍ત પરિવાર માટે પ્રશંસા કરી હતી તે સ્‍વ. રમુભાઇ મીંયાત્રા પરિવારના જેઠાભાઇ જયેષ્ઠ પુત્ર છે.

આજે જેઠાભાઈના જન્‍મદિન પર રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, જ્ઞાતિજનો તેમજ તેમના વિશાળ મિત્રવર્તુળ તરફથી તેમના મો ૯૦૬૭૦૪૪૪૪૪ પર શુભેચ્‍છા વર્ષા થઇ રહી છે.

 

(10:39 AM IST)