<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd July 2026

ટંકારાના ‘અકિલા'ના પત્રકાર નગરપાલીકાના જનસેવક જયેશ ભટ્ટાસણાનો જન્‍મદિવસ

રાજકોટઃ મોરબી જીલ્લાના ટંકારાના ‘અકિલા'ના યુવા પત્રકાર જયેશભાઇ ભટ્ટાસણાનો કાલે જન્‍મદિવસ હતો.

જયેશભાઇ ભટ્ટાસણા ‘અકિલા'ના માધ્‍યમથી વારંવાર લોકપ્રશ્નોને વાચા આપતા રહયા છે. તાજેતરમાં યોજાયેલ ટંકારા નગરપાલીકાની ચુંટણીમાં તેઓ વિજેતા થયા છે અને નગરપાલીકાના જનસેવક તરીકે લોકસમસ્‍યાઓનું નિરાકરણ લાવવા સતત પ્રયત્‍નશીલ રહે છે. જયેશભાઇ ભટ્ટાસણા વિદ્યાર્થી એકતા સંગઠનના કન્‍વીનર તરીકે પણ સેવા આપી રહયા છે. ટંકારામાં સામાજીક અને સેવાભાવી તરીકે જયેશભાઇ ભટ્ટાસણાની ઓળખ છે.ગઇકાલે જન્‍મદિવસ નિમિતે તેમના મો. નં. ૮૧૪૧૨૦૮૮૭૩ ઉપર જન્‍મદિવસની ભરપુર શુભેચ્‍છા વર્ષા થઇ હતી.

(11:44 AM IST)