તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
એન.જે.ગોહિલ વ્યકિત એક, વિશેષતા અનેકઃ હેપ્પી બર્થ ડે
રાજકોટ- અમરેલીના પૂર્વ હિસાબી અધિકારી

રાજકોટ : રાજયના નાણા વિભાગમાં સંયુકત નિયામક તરીકે (હિસાબી સેવા કેડર) ફરજ બજાવતા શ્રી નિલેષકુમાર જે. ગોહિલ માટે આજે જીવનનો વિશેષ યાદગાર દિવસ છે. તેઓ આજે પપમાં વર્ષના પંથે આગળ વધ્યા છે (જન્મ તા. ર જુલાઇ ૧૯૭ર).
મૂળ અમરેલીના વતની શ્રી એન. જે. ગોહિલ રાજકોટ અને અમરેલી જિલ્લા પંચાયતમાં હિસાબી અધિકારી, સુરેન્દ્રનગરમાં કાર્યકારી હિસાબી અધિકારી, જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચીફ ઓડીટર અને ડે. કમિશનર શહેરી વિકાસ મિશનમાં નાયબ નિયામક વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. નિષ્ઠાવાન અને પ્રતિષ્ઠાવાન અધિકારી તરીકે જાણીતા છે. મો. ૯૪ર૬૯ પપ૬૦૦ ગાંધીનગર
(12:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
