<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ઓલ ઈન્‍ડીયા મોઢ વણિક સમાજ મુંબઈના ઉપપ્રમુખ, જસદણવાળા અશ્વિનભાઈ પટેલનો કાલે જન્‍મ દિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૪: જસદણના વતની મોઢ વણિક સમાજના અગ્રણી શ્રી અશ્વિનભાઈ પટેલનો જન્‍મ ૫ જુલાઈ, ૧૯૫૫માં જસદણ મુકામે ચંદુભાઈ પટેલને ત્‍યાં થયો હતો.  અશ્વિનભાઈ ૧૯૬૯ ના વધુ અભ્‍યાસ  અર્થે રાજકોટ મોઢ બોડીંગમાં રહી અભ્‍યાસ પૂર્ણ કર્યો. છેલ્‍લા ૫૯ વર્ષથી રાજકોટને કર્મભૂમિ બનાવી ૧૯૭૧ માં કીરીટ એન્‍જીનીયરીંગ કોર્પોરેશનનો પ્રારંભ કરેલ અને એક દશકાના સફળ સંચાલન બાદ પરિવારનો વ્‍યા૫ વધતા ૧૯૮૧માં સ્‍વતંત્ર રીતે ગીતા એન્‍જીનીયરીગ કોર્પોરેશનની શરૂઆત કરેલ અને હાલમાં એક નવી પેઢીમાં નવું સાહસ માય જી.ઈ.સી. વી-બેલ્‍ટ એન્‍ડ હાર્ડવેર પ્રાઈવેટ લીમીટેડનું સફળ નેતૃત્‍વ કરી રહયા છે.

સોશ્‍યલ એકટીવીટીમાં ખુબ જ રસ ધરાવતા અને જીવનમાં દરેક કાર્ય અગત્‍યના હોય છે. તેમ એક સામાજિક કાર્ય પણ આપણી જવાબદારીઓ છે તેમે સમજીને બધી સંસ્‍થાઓમાં સેવા આપી  રહ્યા છે.  ભાડલા વૈષ્‍ણવ સમાજ-રાજકોટના પ્રમુખસ્‍થાને, મુંબઈના ઓલ ઈન્‍ડીયા મોઢ વણિક સમાજ, મુંબઈના ઉપપ્રમુખપદે, રાજકોટ મશીનરી ડીલર્સ એસોસીએશનને સેક્રેટરી પદે, સેરેનીટી ગાર્ડન લાફીંગ કલબ  સેક્રેટરી પદે, રાજકોટ મશીનરી એન્‍ડ સપ્‍લાય એસોસીએશનના સેક્રેટરી પદે, ત્રિમૂર્તિ ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી પદે, લાફીંગ કલબ ગ્રુપ, રાજકોટ શહેરના મહામંત્રી પદે, દિકરાનું ઘર વૃધ્‍ધાશ્રમ, ઢોલરાના એડવાઈઝરી કમીટી મેમ્‍બર, અમદાવાદ સમસ્‍ત વૈષ્‍ણવ વણિક પરિવારના ઝોન પ્રમુખ અને રાજકોટ જિલ્‍લા કન્‍વીનર પદે, રાજકોટ ચેમ્‍બર્સ ઓફ કોમર્સ ઈન્‍ડસ્‍ટ્રીઝના આમંત્રિત કમિટી મેમ્‍બર, સમર્પણ ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટના મેમ્‍બર પદે, વહાલુડીના વિવાહ આયોજનમાં કોર કમિટી મેમ્‍બર પદે, તથા આ સંસ્‍થામાં કમિટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. તેવી જ રીતે ફેડરેશન મોઢ વણિક સમાજ મુંબઈ, શ્રીમતી હિરાબેન ચંદુલાલ પટેલ વિદ્યાલય, જસદણ,  વિવેકાનંદ યુથ કલબ રાજકોટ, એનજીઓ ફેડરેશન ઓફ રાજકોટ, થેલેસેમીયા જનજાગૃતિ અભિયાન સમિતિ, રાજકોટ ગ્રાહક સુરક્ષા સંગઠન, રાજકોટ કમીટી મેમ્‍બર તરીકે સેવા આપી રહ્યા છે. ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઈન્‍ડસ્‍ટ્રીઝ, અમદાવાદના મેમ્‍બર છે આ  ઉપરાંત જદી જુદી ૧૯ સંસ્‍થાના પુર્વ હોદેદાર રહીને સેવા કરવાની તક સાપડી હતી. હાલ ૧૮ નવી સંસ્‍થા સાથે હોદેદાર તરીકે જોડાઈ સેવાકાર્ય કરવાની તક સાપડી રહી છે અને સેવા આપી  રહ્યા છે.  તન, મન, ધનથી સેવા કરી ઘસાયને ઉજળા થવાની ભાવના સાથે કામ કરી રહ્યા છે. અશ્વિનભાઈ પટેલને છેલ્‍લા દશ વર્ષમાં ૨૧ થી વધારે વિશિષ્ટ સન્‍માન મળેલ છે. ૨૦૧૬ માં મોઢ વણિક યુવા ગ્રુપ ધ્‍વારા જ્ઞાતિ સેવા રત્‍ન એવોર્ડ તેમજ મોઢ વણિક સમાજ ટ્રસ્‍ટ, મુંબઈ દ્વારા જ્ઞાતિ સેવા સમર્પણ રત્‍ન એવોર્ડ ૨૦૨૦ અશ્વિનભાઈને મળેલ છે. ૨૦૨૫માં ગુજરાતના પુર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્‍તે ઈન્‍ડીયાની નામાંકિત સંસ્‍થાઓની ઐતિહાસિક માહિતી શોખ ખાતર સેવાભાવ સાથે ત્‍યા સુવ્‍યવસ્‍થિત ફાઈલ મેઈન્‍ટેઈન બદલ અશ્વિનભાઈ પટેલ દંપતિનું આદરભાવ સાથે ગરિમાપુર્ણ સન્‍માનસહ અભિવાદન કરવામાં આવેલ હતું. તેમજ જુન ૨૦૨૬માં શ્રી મોઢ વણિક મહિલા સત્‍સંગ મંડળ, રાજકોટ દ્વારા યોજાયેલ ભાગવત સપ્તાહમાં ખુબ જ સારી રીતે સુવ્‍યવસ્‍થિત સંપન્ન કર્યા બદલ રાજકોટ સ્‍થિત મોઢ વણિક જ્ઞાતિની આઠેય મંડળો તથા દિકરાનું ઘર ઢોલરા વૃધ્‍ધાશ્રમએ ૅસન્‍માનપૂષ્‍પૅ મોમેન્‍ટો અર્પી, શાલ ઓઢાડી  દંપતિનું આદર સત્‍કાર સાથે સન્‍માન સહ અભિવાદન કરવામાં આવેલ હતું. જુદી-જુદી ૩૪ જેટલી સંસ્‍થાઓની પ્રેસનોટ પ્રચાર પ્રસાર સેવાની કામગીરી સંભાળી રહ્યા છે. તેમને પુરા ભારત તેમજ યુરોપ સહિત જુદા જુદા ૧૮ દેશોમાં વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્‍યા છે. સાત દાયકા એટલે કે, ૭૧ વર્ષ પુરા કરી આવતી કાલે ૭૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેમના મો. નં. ૯૮૨૫૧૯૫૯૫૫ ઉપર જન્‍મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે.

(10:01 AM IST)