<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th July 2026

ગાંધીગ્રામ ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. શબ્‍બીરભાઇ મલેકનો આજે જન્‍મદિવસ

રાજકોટ તા.૪: શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના ડી. સ્‍ટાફના હેડકોન્‍સ. શબ્‍બીરભાઈ મલેક (મો.૯૯૦૪૧ ૬૦૬૦૬)નો આજે ૪૧મો જન્‍મદિવસ છે. શહેર પોલીસમાં ૨૦૦૬માં ભરતી થયા બાદ તેણે સૌપ્રથમ પોલીસ હેડક્‍વાર્ટરમાં ફરજ બજાવી હતી. બાદમાં ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશન, યુનિવર્સિટી પોલી સ્‍ટેશન, પેરોલ ફરલો સ્‍ક્‍વોડ, પીસીબીમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. હાલમાં તે ગાંધીગ્રામ ડી. સ્‍ટાફમાં ફરજ બજાવી રહ્યા છે અને અનેક મોટા ગુના ઉકેલવામાં સફળ બાતમી મેળવી અધિકારીઓની પ્રશંસા મેળવી છે. તેમને મિત્રો, શુભેચ્‍છકો, અધિકારીઓ તરફથી શુભકામના મળી રહી છે. 

(11:38 AM IST)