તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 9th July 2026
જસદણના શાસ્ત્રીજી ધર્મેશભાઈ વિનોદરાય ભટ્ટનો જન્મદિવસ

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા. ૯ :. શાષાીજી શ્રી ધર્મેશભાઈ વિનોદરાય ભટ્ટ (ભટ્ટજી) આજે ગુરૂવાર ના ૪૦માં વર્ષમાં પ્રવેશ કરે છે. શાષાીજીનું મૂળ વતન જસદણ તાલુકાનું શિવરાજપુર ગામ છે. અને તેઓ હાલ રાજકોટમાં વાણિયા વાડી વિસ્તારમાં રહે છે. તેઓએ પ્રાથમિક શિક્ષણ પોતાના વતનમાં લીધેલ છે અને ધાર્મિક કર્મકાંડ જ્યોતિષના અભ્યાસ માટે તેઓએ જગતગુરુ શંકરાચાર્ય વિદ્યાપીઠ (પાઠશાળા) દેવભૂમિ દ્વારકામાં શાષાી આચાર્યનો અભ્યાસ કરેલ છે. તેઓએ શિક્ષાશાષાી (બી.એડ) એટલે કે એમ.બી.એડ સંસ્કળતમાં અભ્યાસ કરેલ છે. તેમજ બી.જે. એમ. સી. નો અભ્યાસ અર્જુન હીરાણી કોલેજ રાજકોટમાં કરેલ છે.
ધાર્મિક કર્મકાંડ જેમ કે શ્રી વાસ્તુ યજ્ઞ, નવચંડી યજ્ઞ ગ્રહશાંતિ યજ્ઞ પૂજા વગેરે વિશેષ ધર્મકાર્ય પૂજા વિધિ કરે છે. તેઓ વોર્ડ નંબર ૧૪ ના ભાજપના સક્રિય યુવા કાર્યકર છે. શિવ રુદ્રાભિષેક પૂજન વિધિ તેમજ શ્રી બાલાજીના ચરણોમાં અને ઇષ્ટદેવ શ્રી ઘેલા સોમનાથ દાદા તેમજ રાજાધિરાજ શ્રી દ્વારકાધીશના ચરણોમાં વિશ્વ કલ્યાણ માટે વંદના કરી તેમજ ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો જાહેર કરવામાં આવે એવી ઈચ્છા સાથે મહાદેવના ચરણોમાં તેમના દ્વારા પ્રાર્થના કરવામાં આવી છે. (મોબાઈલ નંબર ૯૮૨૪૮૩૨૭૯૬)
(11:03 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
