News of Friday, 10th July 2026
રાજકોટના સિનિયર મોસ્ટ પત્રકાર નૈષધ કારીયાનો આજે જન્મદિવસ

રાજકોટઃ વરિષ્ઠ પત્રકાર નૈષધ કારીયાનો આજે જન્મદિવસ છે. વર્ષ ૧૯૭૪માં ‘જય હિન્દ' અખબારથી મીડિયા જગતમાં એન્ટ્રી મેળવનાર નૈષધ કારીયાએ પાંચ દાયકાથી વધુ સમય સુધી પ્રિન્ટ મીડિયામાં પોતાની અનન્ય સેવાઓ આપી છે.
તેમણે વર્ષ ૧૯૭૪થી ૧૯૭૮ સુધી ‘જય હિન્દ'માં અને ત્યાર પછી વર્ષ ૧૯૭૮થી ૨૦૦૭ સુધી ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપના પ્રતિષ્ઠિત અખબાર ‘જનસત્તા'માં પત્રકાર તરીકે પ્રશંસનીય કામગીરી કરી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૭થી મે-૨૦૨૬ સુધી સાંધ્ય અખબાર ‘આજકાલ'માં તેમણે પોતાની ફરજ બજાવી હતી. પ્રિન્ટ મીડિયામાં ૫૦ વર્ષથી વધુ સમય સુધી કાર્યરત રહ્યા પછી, છેલ્લા એકાદ મહિનાથી તેઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ઇન્સ્ટાગ્રામ' પર સક્રિય બન્યા છે. શિક્ષણ, રાજકારણ, સહકારી ક્ષેત્ર, પંચાયત અને વેધર એનાલિસિસ (હવામાન વિશ્લેષણ) પર ઊંડી પકડ ધરાવતા હોવાના કારણે માત્ર એક મહિનાના ટૂંકા સમયગાળામાં જ તેમની રીલ્સને ૪ લાખથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિત્તે ડિજિટલ પ્લેટફોર્મ સહિત તેમના મોબાઈલ નંબર ૯૮૯૮૬ ૩૨૩૫૬ પર અવિરત શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.
(10:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
