<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

પોરબંદર પાયોનીયર લેડીઝ કલબના ચેરમેન ઉમાબેન ખોરાવાનો જન્‍મદિન

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૦ :  પાયોનિયર કલબ લેડીઝ વિંગના ચેરમેન તથા સેવાભાવી પ્રવિણભાઇ ખોરાવાના ધર્મપત્‍ની શ્રીમતી ઉમાબેન ખોરાવાનો આજે તા. ૧૦ ના રોજ જન્‍મદિવસ છે.

તેઓ વર્ષોથી સમાજસેવાના અનેક કાર્યો સાથે જોડાયેલા છે. દર વર્ષે જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહલગ્નનું આયોજન, આર્યસમાજમાં કરિયાવર સહિત લગ્નની વ્‍યવસ્‍થા, દીકરીઓને શિક્ષણ માટે સ્‍કૂલ ફી, પુસ્‍તકો અને યુનિફોર્મની સહાય, સિનિયર સિટીઝન બહેનોને વિનામૂલ્‍યે ચારધામ યાત્રા, તેજસ્‍વી વિદ્યાર્થીઓના સન્‍માન, ગરીબ દર્દીઓના વિનામૂલ્‍યે મોતિયાના ઓપરેશન, ધાર્મિક પ્રસંગોએ ઠંડા પીણા અને આઈસ્‍ક્રીમનું વિતરણ તેમજ વિદ્યાર્થીઓને રાહતદરે ફુલસ્‍કેપ બુક ઉપલબ્‍ધ કરાવવા જેવા અનેક સેવાકીય કાર્યો દ્વારા તેઓ સમાજમાં આગવી ઓળખ ધરાવે છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે વિવિધ સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક અને સેવાકીય સંસ્‍થાઓ, આગેવાનો, શુભેચ્‍છકો તથા મિત્રવર્તુળ દ્વારા તેમને હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(11:31 AM IST)