<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th July 2026

ભાજપ અગ્રણી અલ્‍પેશભાઈ રૂપારેલિયાનો જન્‍મદિન

 

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ, તા. ૧૦: જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પ્રતિનિધિ અને સ્‍થાનિકથી લઈ પ્રદેશ સુધીના ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ગુડબુકમાં સ્‍થાન ધરાવતાં અલ્‍પેશભાઈ રૂપારેલિયા (મો.૯૮૨૪૯ ૦૫૧૭૧) નો આજે તા.૧૦ જુલાઈ ૨૦૨૬ને શુક્રવારના રોજ જન્‍મદિન છે.

જસદણના તમામ ધાર્મિક સ્‍થાનોમાં પોતાનું અનેરું યોગદાન અને વેરભાવનાથી જોજનો દુર રહી દરેક સમાજમાં ભારે લોકઙ્ઘિયતા હાંસલ કરનારા અલ્‍પેશભાઈ આજે પોતાની જીવનયાત્રાના ૪૦માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

અલ્‍પેશભાઈએ ભૂતકાળમાં સળંગ અઢી વર્ષ સુધી જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ તરીકે સેવા આપી હતી દરમિયાન તેમણે શહેરના તમામ સભ્‍યો અને પદાધિકારીઓ અને કર્મચારીઓને સાથે રાખી કરોડો રૂપિયાના વિકાસના કામો કરાવીને નાગરિકોને રાહતરૂપ બન્‍યાં હતાં તે રેકોર્ડ છે આજે પણ નાગરિકો સાથે જોડાયેલા છે.

(11:45 AM IST)