તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Tuesday, 14th July 2026
સુરેન્દ્રનગરના યુવા અને નિડર પત્રકાર મહેશભાઈ ઉતેરીયાનો જન્મદિવસ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા.૧૪: સુરેન્દ્રનગર શહેરના જાણીતા યુવા અને નિડર પત્રકાર મહેશભાઈ ઉતેરીયા આજે પોતાના જીવનના ૪૧ વર્ષ પૂર્ણ કરી ૪૨માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા તેમના જન્મદિવસ નિમિત્તે ઉતેરીયા પરિવારમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
વિવિધ ન્યૂઝ ચેનલો અને અખબારો સાથે સંકળાયેલા મહેશભાઈ ઉતેરીયા વર્ષોથી ઝાલાવાડ પંથકના છેવાડાના લોકોના પ્રશ્નોને નિડરતાપૂર્વક ઉજાગર કરી, પીડિતોને ન્યાય મળે તે માટે સતત કાર્યરત રહ્યા છે. તેમની નિષ્ઠા, નિર્ભયતા અને સમાજ પ્રત્યેની સેવાભાવનાને કારણે તેઓ પત્રકારત્વ ક્ષેત્રે આગવી ઓળખ ધરાવે છે.
માતા સુરજબેન, મોટાભાઈ જયેશભાઈ, ભાભી અંકીતાબેન, ધર્મપત્ની મનીષાબેન, મોટી બહેન વનીતાબેન તથા બનેવી દિનેશભાઈ રોજાસરા, નાની બહેન કાજલબેન તથા બનેવી દિનેશભાઈ, તેમજ પરિવારના લાડકા ભત્રીજા તેજશ અને ભાણીઓ કાવ્યા, કવિતા અને અર્પિતા સહિત સમગ્ર ઉતેરીયા પરિવારે મહેશભાઈના દીર્ઘાયુષ્ય, નિરોગી જીવન અને સતત પ્રગતિ માટે કુળદેવી સમક્ષ પ્રાર્થના કરી હતી.
મહેશભાઈ ઉતેરીયાને સુરેન્દ્રનગર અકીલાના બ્યુરો ચીફ ફારુકભાઈ ચૌહાણ અને ફજલભાઈ ચૌહાણ દ્વારો જન્મદિવસ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
(11:05 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
