<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th July 2026

જસદણ સરદાર પટેલ ડાયમંડ માર્કેટના પ્રમુખ ભીખાભાઈ રોકડનો આજે જન્‍મદિવસ

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ તા. ૧૪:  રાજકોટ જિલ્‍લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને જસદણ તાલુકા ભાજપના અગ્રણી ભીખાભાઈ નાથાભાઈ રોકડનો આજે જન્‍મદિવસ છે.

ભીખાભાઈ નાથાભાઈ રોકડનો જન્‍મ ૧૪-૦૭- ૧૯૬૨ ના રોજ થયો હતો. તેઓ  જસદણ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ, રાજકોટ જિલ્‍લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન, જસદણ નગરપાલિકા પ્રમુખ પ્રતિનિધિ, જુદા જુદા તાલકાઓના ભાજપના પ્રભારી સહિતના વિવિધ હોદાઓ ઉપર સેવા આપી ચૂક્‍યા છે. વિવિધ ચૂંટણીઓમાં જસદણ સહિત રાજકોટ જિલ્‍લાના જુદા જુદા તાલુકામાં ભાજપના પ્રભારી તરીકે પણ રહી ચૂક્‍યા છે. હાલમાં તેઓ સરદાર પટેલ ડાયમંડ માર્કેટ જસદણના પ્રમુખ તરીકે ફરજ બજાવે છે. નાના માણસોના મોટા નેતા તરીકે જાણીતા અને જસદણ પંથકની રાજકીય સ્‍થિતિના અભ્‍યાસુ ભીખાભાઈ રોકડના આજે જન્‍મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર ૯૮૨૪૪૫૧૩૧૦ ઉપર જન્‍મદિવસની અભિનંદન વર્ષા થઈ રહી છે. થોડા સમય પહેલા ભીખાભાઈ રોકડને બ્રેઇન સ્‍ટોક આવ્‍યો હતો પરંતુ હવે તેમની તબિયત ખૂબ જ સુધારા ઉપર હોય ઘરે આરામ કરીને સ્‍વસ્‍થ થવા તરફ જઈ રહ્યા છે.

(11:07 AM IST)