તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 14th July 2026
આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર દિવ્યેશ બી. ગાંધીનો આજે જન્મદિવસ

૨ાજકોટઃ મુળ રાજકોટ હાલ રાજુલા તેમજ જાફરાબાદ મુકામે ફરજ બજાવતા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર (એ.પી.પી.) શ્રી દિવ્યેશ બિપીનચંદ્ર ગાંધીનો આજે જન્મદિવસ છે. ખુબજ યુવાન વયે વકીલાતની કારકીર્દીની શરૂઆત કરનાર દિવ્યેશ ગાંધીએ અનેક ફોજદારી, દિવાની તેમજ રેવન્યુ મેટરમાં સીમાચીન્હ ચુકાદાઓ મેળવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એ. પી. પી. દિવ્યેશ બી. ગાંધીના પિતાશ્રી - બિપીનચંદ્ર બી. ગાંધી પણ રાજકોટમાં ખ્યાતનામ એડવોકેટ અને નોટરી અને રાજકોટમાં ગાંધી લો ફર્મના નામે ઓફીસ ધરાવે છે. અને અનેક સામાજીક સંસ્થાઓમાં ફરજ બજાવે છે. આ ઉપરાત તેમના ભાઈ કિશન બી. ગાંધી પણ એડવોકેટ છે. એ. પી. પી. દિવ્યેશ બી. ગાંધી રાજકોટમાં સામાજીક ક્ષેત્રે પણ આગળ પડતા છે તેઓ રાજકોટમાં જૈન જાગળતિ સેન્ટર, રાજકોટ મેઈનમાં ટ્રેઝરર તથા જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટના જોઈન્ટ સેક્રેટરી તરીકે પોતાની સેવા આપે છે
આ ઉપરાંત રાજકોટમાં અનેક જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુટર તરીકે તેઓએ રાજુલા અને જાફરાબાદમાં સરકાર વતી હોશપુર્વક અને નૈતીકતાના ઉચ્ચમુલ્યોને અનુસરીને પોતાની કારકીર્દીમાં અનેક કેસોમાં ૧ માસથી લઈને ૭ વર્ષ સુધીની સજાઓ અપાવેલ છે. એ.પી.પી. દિવ્યેશ બી. ગાંધી ને જન્મદિને મિત્રો, સગાતોહી દ્વારા તેમના મો. નં. ૯૮૯૮૬૫૬૭૩૬ ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
