તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th July 2026
ભરૂચ જિલ્લાના વિકાસરથના સારથિ ડો. નવનાથ ગવ્હાણેનો જન્મદિન
બહારો ફુલ બરસાઓ, આજ કલેકટર કા જન્મદિન આયા હૈ

રાજકોટ : ભરૂચ જિલ્લાના વિકાસરથને વધુ ગતિ આપનાર, જિલ્લા કલેકટર ડો. નવનાથ ગવ્હાણેનો જન્મ ૧૯૮પના વર્ષની તા. ૧પ જુલાઇએ થયેલ. આજે ૪રમાં વર્ષના દ્વારે પહોંચ્યા છે.
સુરેન્દ્રનગરની નવરચિત મહાનગરપાલિકાના પ્રથમ કમિશનર બનવાનું માન મેળવનાર ડો. નવનાથ ગવ્હાણે માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેઓ મૂળ મહારાષ્ટ્રના વતની અને ર૦૧૬ ની બેંચના આઇ. એ. એસ. કેડરના અધિકારી છે. રાજકોટના જિલ્લા વિકાસ અધિકારી તરીકે તેમણે ખૂબ લોકપ્રિયતા મેળવી હતી.ડો. નવનાથ ગવ્હાણે ભૂતકાળમાં સુરેન્દ્રનગરમાં ડી. ડી. ઓ., રાજયમાં અધિક ગ્રામ વિકાસ કમિશનર, આરોગ્ય વિભાગમાં ચીફ પર્સોનલ ઓફીસર વગેરે સ્થાનો પર રહી ચૂકયા છે. પ્રતિભાવંત અધિકારી તરીકે જાણીતા છે. ફોન નં. ૦ર૬૪ર-ર૪૦૬૦૦, મો. ૯૯૭૮૪ ૦૬ર૦પ ભરૂચ.
(1:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
