News of Wednesday, 15th July 2026
વ્યવસાય, સમાજસેવા અને વિશ્વાસની પરંપરાના પ્રેરણા સ્ત્રોત વિકાસ પબ્લીસીટીના મહેન્દ્રભાઈ મહેતાનો જન્મદિવસ
બાળપણથી શરૂ થયેલી સંઘર્ષમય સફરથી જાહેરાત વ્યવસાય અને સમાજસેવા સુધી આગવી ઓળખ ઊભી

રાજકોટઃ શહેરના જાણીતા વ્યવસાયિક, જાહેરાત ક્ષેત્રના અનુભવી અને વિવિધ સામાજિક, સહકારી તથા જ્ઞાતિ સંસ્થાઓ સાથે વર્ષોથી સક્રિય રીતે જોડાયેલા મહેન્દ્રભાઈ ઇન્દુભાઈ મહેતાનો આજે જન્મદિવસ છે. બાળપણથી જ સંઘર્ષ, મહેનત, પ્રામાણિકતા અને સંબંધોને જીવનના મૂળ મંત્ર બનાવી તેમણે વ્યવસાય અને સમાજસેવાના ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
મહેન્દ્રભાઈ મહેતાનો જન્મ તા. ૧૫ જુલાઈ, ૧૯૬૧ના રોજ ધ્રાંગધ્રા ખાતે થયો હતો. તેમના પિતા સ્વ. ઇન્દુભાઈ ગોરધનદાસ મહેતાએ વર્ષ ૧૯૫૬માં રાજકોટના ધર્મેન્દ્ર રોડ પરથી પેનના વ્યવસાયનો પાયો નાખ્યો હતો. માત્ર ૧૧ વર્ષની નાની ઉંમરે મહેન્દ્રભાઈ પિતાના ખભે ખભો મિલાવી વ્યવસાયમાં જોડાયા. વિવિધ દુકાનોમાં ફરીને પેનનું વેચાણ કરતા મહેન્દ્રભાઈએ બાળપણથી જ મહેનત અને ગ્રાહકોનો વિશ્વાસ જીતવાનું શીખ્યું.
આ જ મહેનત અને સંઘર્ષના પરિણામે પરિવારના પેન વ્યવસાયે Modern Pen Centre તરીકે આગવી ઓળખ મેળવી. ત્યારબાદ તેમના બન્ને ભાઇઓ પણ વ્યવસાય સાથે જોડાયા અને ત્રણેય ભાઈઓએ પેન તથા કોર્પોરેટ ગિફિં્ટગ ક્ષેત્રે મજબૂત પ્રતિષ્ઠા ઊભી કરી.
વર્ષ ૧૯૮૪માં મહેન્દ્રભાઈ મહેતાએ Vikas Publicityની સ્થાપના કરીને જાહેરાત ક્ષેત્રમાં નવી શરૂઆત કરી. અખબારી જાહેરાતથી શરૂ થયેલી આ સફરમાં તેમણે પ્રામાણિકતા, સમયબદ્ધ સેવા અને ગ્રાહકો સાથેના લાંબા સંબંધોને હંમેશાં પ્રાથમિકતા આપી. આજે Vikas Publicityની સેવાઓ માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતી મર્યાદિત નથી, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી અને ભુજથી બંગાળ સુધી સમગ્ર ભારતમાં વિસ્તરી છે. દેશના વિવિધ રાજ્યો અને શહેરોના અગ્રણી અખબારોમાં જાહેરાતો પ્રકાશિત કરવાની સુવિધા સાથે Vikas Publicity આજે All India Newspaper Advertising ક્ષેત્રે વિશ્વાસપાત્ર નામ બન્યું છે. Classified, Recruitment, Property, Matrimonial, Public Notice, Tender, Legal તથા Display Advertisement સહિત વિવિધ પ્રકારની અખબારી જાહેરાત સેવાઓ સમગ્ર ભારતમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ચાર દાયકાથી વધુ સમયથી ચાલતી આ વિશ્વાસભરી પરંપરા આજે નવી પેઢી દ્વારા આગળ વધારવામાં આવી રહી છે.
વ્યવસાયની સાથે મહેન્દ્રભાઈ મહેતાનું સામાજિક અને સહકારી ક્ષેત્રે પણ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. વર્ષ ૧૯૮૮માં રાજકોટ મર્ચન્ટ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી તથા રાજકોટ મર્ચન્ટ ફ્રેન્ડ્સ એસોસિએશનની સ્થાપના કરવામાં તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને લાંબા સમય સુધી આ સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાઈ સેવા આપી.
વર્ષ ૨૦૦૪માં તેમણે રાજકોટમાં મોઢ વણિક જ્ઞાતિની પ્રથમ ‘‘મોઢ વણિક પાટોત્સવ સમિતિ''ની સ્થાપના કરી અને સમગ્ર જ્ઞાતિને એક મંચ પર એકત્રિત કરવાના ઉમદા ઉદ્દેશ સાથે જ્ઞાતિ સમૂહ ભોજનની પરંપરાનો પ્રારંભ કર્યો. વર્ષો પહેલાં શરૂ થયેલી આ પરંપરા આજે પણ અવિરતપણે ચાલુ છે અને દર વર્ષે ૩,૦૦૦થી વધુ જ્ઞાતિજનો આ પાટોત્સવ અને સમૂહ ભોજનમાં સહભાગી બને છે. સમાજને સંગઠિત કરવા, પરસ્પર સંબંધો મજબૂત બનાવવા અને નવી પેઢીને જ્ઞાતિ સાથે જોડવાના તેમના પ્રયાસો તેમની સમાજસેવાની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે.
પરિવારના પેન વ્યવસાયમાં આવેલા કપરા સમય દરમિયાન પણ મહેન્દ્રભાઈએ પરિવારને મજબૂત નેતળત્વ અને માર્ગદર્શન આપ્યું. ત્રીજી પેઢીના રીશીત મહેતા અને શ્રેયાંસ મહેતાએ તેમની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વ્યવસાયને નવી દિશા આપી અને આજે વિકાસ પેન વર્લ્ડ સૌરાષ્ટ્રમાં પર્સનલાઇઝડ મેટલ પેન્સ અને ગફટીંગ સોલ્યુસન્સ માટે વિશ્વાસપાત્ર નામ બન્યું છે.
વર્ષ ૨૦૨૬માં વિકાસ પેન વર્લ્ડને દિવ્ય ભાસ્કર ગ્રુપના માઇ એફએમ દ્વારા ‘‘મોસ્ટ ટ્રસ્ટેડ પર્સનલાઇઝડ પેન સ્ટોર ઓફ સોૈરાષ્ટ્ર'' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યું. આ સન્માન મહેન્દ્રભાઈ મહેતા સહિત સમગ્ર પરિવારની દાયકાઓની મહેનત, ગુણવત્તા, સેવા અને ગ્રાહકોના અતૂટ વિશ્વાસનું ગૌરવપૂર્ણ પ્રતિબિંબ છે.
સરળ સ્વભાવ, સંબંધોને સાચવવાની ભાવના, સંસ્થાઓને સાથે લઈને ચાલવાની કાર્યશૈલી અને નવી પેઢીને સતત પ્રોત્સાહન આપવું મહેન્દ્રભાઈ મહેતાના વ્યક્તિત્વની વિશેષ ઓળખ છે. વ્યવસાયિક સફળતા સાથે સમાજ માટે કંઈક કરવાની તેમની ભાવનાએ અનેક લોકોને પ્રેરણા આપી છે.
સાત દાયકાની પેન વ્યવસાયની પારિવારિક પરંપરા, ચાર દાયકાથી વધુની જાહેરાત ક્ષેત્રની સફળ સફર અને વર્ષોથી અવિરત સમાજસેવાના મહત્વપૂર્ણ આધારસ્તંભ એવા મહેન્દ્રભાઈ મહેતાના જન્મદિવસ નિમિત્તે પરિવારજનો, મિત્રો, શુભેચ્છકો, ગ્રાહકો, વેપારી અગ્રણીઓ તથા વિવિધ સામાજિક અને જ્ઞાતિ સંસ્થાઓ દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે. મહેન્દ્ર મહેતા (વિકાસ પબ્લીસીટી) - ૯૮૨૫૨ ૧૮૧૪૩.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
