News of Thursday, 16th July 2026
રાજ્ય સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગના ડાયરેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાનો ૧૬ જુલાઈ જન્મદિવસ
ગીર-સોમનાથ જિલ્લાના પૂર્વ કલેકટર રાજકોટ-મોરબી-ગીર-સોમનાથમાં યશસ્વી કામગીરી બવાવી'તી

(મીનાક્ષી ભાસ્કર દ્વારા) પ્રભાસપાટણ, તા.૧૬: ગીર સોમનાથ જિલ્લાના પૂર્વ કલેકટર અને હાલ ગુજરાત રાજ્ય બાયોટેકનોલોજી મીશનના ડાયરેક્ટર જોમવંતા યશસ્વી અધિકારી દિગ્વજયસિંહ જાડેજા નો ૧૬ જુલાઇ જન્મદિવસ.
તેજ-તાકાત અને તરવરાટ સાથે ફરજને સંપૂર્ણ સમર્પિત એવા તેમનો જન્મ તારીખ ૧૬-૭-૬૮ ના રોજ ધ્રોલ ખાતે થયેલ છે. ૧૯૯૬ ની બેચના અધિકારી એવા તેઓ બી.એસ.સી કેમેસ્ટ્રી અભ્યાસ કરેલ છે.
વડોદરા જિલ્લાના પુરવઠા અધિકારી, નખત્રાણા, કચ્છ અને જૂનાગઢના પ્રાંત અધિકારી તેમજ ભાવનગર જિલ્લાના ગ્રામ વિકાસ એજન્સી નિયામક, લાઈવલી હુડ કંપની મેનેજિંગ ડિરેક્ટર, રાજકોટ શહેરી વિકાસ સતામંડળ રૂડા અધિકારી, મોરબી જિલ્લાના વિકાસ અધિકારી અને ગીર સોમનાથમાં ઐતિહાસિક ફરજો બજાવી ગાંધીનગર ખાતે ચાર્જ સંભાળતા જ મૂડીરોકાણ અને સબસીડી અંગે સુંદર કામગીરી કરી એવા ફરજ નિષ્ટ તેઓના જન્મદિવસે ઠેર ઠેરથી અભિનંદન વરસાદ મોબાઈલ નંબર ૯૯૭૯૦ ૭૪૭૪૭ ઉપર થઈ રહ્યો છે.
(11:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
