તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
શ્રી રાજપૂત કરણી સેનાના પ્રદેશ સંગઠન મંત્રી-યુવા એડવોકેટ સેજપાલસિંહ ઝાલા (ટોકરાળા)નો જન્મદિવસ

(કિશન મોરબીયા દ્વારા) વિરપુર-જલારામ, તા.૧૬: શ્રી રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશના સંગઠન મંત્રી અને ક્ષત્રિય સમાજના યુવા અગ્રણી સેજપાલસિંહ ઝાલા (ટોકરાળા)નો આજે ૧૬ જુલાઈએ જન્મદિવસ છે. મૂળ ટોકરાળા ગામના વતની અને હાલ સુરેન્દ્રનગર સ્થિત સેજપાલસિંહે નાની ઉંમરે સેવા પરમો ધર્મના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે.
તેઓ નાનપણથી જ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા છે. તેમના મિત્ર બીજરાજસિંહ ઝાલા (મોરબી) સાથે મળીને તેઓ ફેસબુક પેજ રાજપૂતાના યુથ પાવર તેમજ વોટ્સએપ પર કટ્ટર ગિરાસદાર ગ્રુપ અને આપણો રાજપૂત સમાજ જેવા ડિજિટલ પ્લેટફોર્મ ચલાવે છે. આ માધ્યમો દ્વારા તેઓ જરૂરિયાતમંદ પરિવારોની વિગતો શેર કરીને સીધી તેમના બેંક ખાતામાં આર્થિક સહાય પહોંચાડે છે. અત્યાર સુધીમાં તેમણે અનેક પરિવારોને મેડિકલ સહાય, મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલ ફી તેમજ અનાથ દીકરીઓના લગ્ન પ્રસંગે મોટી આર્થિક મદદ પૂરી પાડી છે.
સામાજિક સેવા ઉપરાંત સેજપાલસિંહ ક્ષત્રિય ઇતિહાસના સંશોધન અને અસ્મિતાની લડતમાં પણ અગ્રેસર રહ્યા છે. સમાજનું ખોટું ચિત્રણ કરતી બાવરી અને તખુભા તલવાર જેવી ફિલ્મોને બેન કરાવવામાં તેમનો સિંહફાળો રહ્યો હતો. આ ઉપરાંત, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૫૬૨ રજવાડાઓનું મ્યુઝિયમ બનાવવા અંગે તેમણે સુરેન્દ્રનગર રાજપૂત વિકાસ સમિતિ સાથે મળીને મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત પણ કરી હતી. (મો. ૮૧૬૦૧ ૮૭૭૯૪) પર શુભેચ્છાઓનો અવિરત પ્રવાહ વહી રહ્યો છે.
(11:47 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
