<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th July 2026

યુવા કારડીયા રાજપૂત સમાજના પ્રમુખ હર્ષદ સાગરનો જન્‍મદિવસ

રાજકોટ : સામાજિક કાર્યકર, ઉદ્યોગપતિ અને ભાજપના સક્રિય નેતા શ્રી હર્ષદભાઇ પ્રતાપભાઇ સાગરનો આજે જન્‍મદિવસ છે. હાલમાં તેઓ ભાજપ બક્ષીપંચ મોરચાના મંત્રી (વોર્ડ નં. ૧૩, રાજકોટ શહેર) તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ શ્રી યુવા કારડીયા રાજપૂત સમાજ- ગુજરાત રાજયના પ્રમુખ, શ્રી કારડીયા રાજપૂત સેનાના મહામંત્રી, પંડિત દીનદયાલ ઉપાધ્‍યાય વિચાર સંઘ ભારતના રાજકોટ શહેર પ્રમુખ, ગ્‍લોબલ કોન્‍ફેડરેશન ઓફ કચ્‍છ બેઝડ ઇન્‍ડસ્‍ટ્રીઝના મેમ્‍બર, રાજકોટની કૈલાસપતિ કો.ઓ. હાઉસિંગ સોસાયટીના પ્રમુખ, ભારત રક્ષા મંચના રાજકોટ શહેર ઉપપ્રમુખ તેમજ વિશ્વ પ્રવાસી સામાજિક સાંસ્‍કૃતિક સંઘના ગુજરાત રાજય ઉપપ્રમુખ ઉપરાંત તેઓ સાગર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્‍ટમાં ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટ અને સાગર સ્‍કુલના ટ્રસ્‍ટી સાથોસાથ રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ, વિશ્વ હિન્‍દુ પરિષદ, અખિલ ભારતીય ગ્રાહક પંચાયત અને શ્રી ગોવર્ધન ગૌશાળા ટ્રસ્‍ટમાં સેવા આપી રહ્યા છે. સાગર હોલ, સાગર સ્‍કુલ અને સાગર ઇન્‍ડસ્‍ટ્રીઝના માધ્‍યમથી તેઓ યોગદાન આપી રહ્યા છે.

(2:21 PM IST)