તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Saturday, 18th July 2026
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ડો. પ્રવીણભાઇ નિમાવતનો આજે જન્મ દિવસ
રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા

રાજકોટ :.. આજરોજ રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન ડો. પ્રવિણભાઇ નિમાવતનો જન્મ દિવસ છે. તાજેતરમાં રાજયના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના હસ્તે સાહિત્ય સાધના એવોર્ડ મેળવનાર ડો. પ્રવિણભાઇ નિમાવત, છેલ્લા રપ વર્ષથી સંપૂર્ણપણે શિક્ષણ, સાહિત્ય, સમાજ સેવા અને પત્રકારત્વને સમર્પિત એવા ઊંચા ગજાના લોક લાડીલા શિક્ષણવિદ અને કવિ કટાર લેખક અને શ્રેષ્ઠ શિક્ષક તરીકે રાજય અને રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનીત છે. તેઓ ભારતીય જનતા પાર્ટી - સહકારી સેલ રાજકોટના પૂર્વ કન્વીનર, સહકાર ભારતી ક્રેડિટ કો. ઓ. સો. રાજકોટ પ્રકોષ્ટ અધ્યક્ષ શ્રી રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપ. ક્રેડિટ સોસાયટીઝ ફેડરેશન લી.ના ડીરેકટર શ્રી અવધૂત ક્રેડિટ કો. ઓપ. સોસાયટી લી., અને શ્રી અવધૂત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન, રામાનંદી સાધુ સમાજ રાજકોટના પૂર્વ પ્રમુખ તેમજ સૌ. યુનિ.ના સ્ટડી બોર્ડમાં દીર્ઘકાલીન સેવા આપી છે. ડો. પ્રવિણભાઇ નિમાવતને તેમના જન્મ દિવસે (મો. ૯૪ર૬ર પ૦પ૦૩) શુભેચ્છા મળી રહી છે
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
