News of Saturday, 18th July 2026
સુરેન્દ્રનગરના ‘અકિલા'ના પત્રકાર ફઝલ ચૌહાણનો જન્મદિન

વઢવાણ, તા.૧૮: સુરેન્દ્રનગર શહેરના ‘અકિલા'ના પત્રકાર ફારુકભાઈ ચૌહાણના પુત્ર ફજલભાઈ ચૌહાણનો આજે જન્મદિવસ છે.
સુરેન્દ્રનગર શહેરમાં નાની ઉંમરમાં મોટી જવાબદારી અને પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં સમાચાર સૌથી આગળ અને સત્ય સમાચારો આપવાની પ્રેરણા વચ્ચે સદાય લોક ઉપયોગી કાર્યો કરવા તેમજ સુરેન્દ્રનગર જિલ્લા અને તાલુકા મથકોએ તેમજ સુરેન્દ્રનગર શહેરમાં અધિકારીઓથી લઈ અને નાના કર્મચારીઓ સુધી તમામના હૃદયમાં સ્થાન પ્રાપ્ત કરનાર ફજલભાઈ ચૌહાણનો આજે ૨૮ વર્ષ પૂર્ણ કરી અને ૨૯ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.
જર્નાલિઝમની ડિગ્રી પ્રાપ્ત કરી અને આજે લોક પ્રશ્નોને તેમના માધ્યમ થકી પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયામાં કોઈપણ ચમરબંધીની સેહ શરમ રાખ્યા વગર સત્ય સમાચાર પ્રસિદ્ધ કરવા તે તેમની આગવી ઓળખ બની છે અને જિલ્લાભરમાં સરકારી અધિકારીઓ પણ તેમની કામગીરીની નોંધ લઇ અને તેમને અવારનવાર આવકારતા હોય છે. જન્મદિવસ અવસરે પરિવારમાં દાદા બાબુલાલ ચૌહાણ તેમજ પિતા ફારૂકભાઈ ચૌહાણ માતુશ્રી અંજુમનબેન ચૌહાણ બહેન શબનમ ચૌહાણ ફજલભાઈના પત્ની ફિજાબેન ચૌહાણ તેમજ નાનકડો અને અમારો પરિવારનો વ્હાલસોયો અર્ષ ભાણુભા સહિતના પરિવારજનો આજે ખુદા ગાલા પાસે દુઆ કરી અને ફજલભાઈ ચૌહાણનું આરોગ્ય સ્વસ્થ અને નીરોગી રહે તેવી ફુદા તાલા પાસે દુઆ કરી અને તેમના જન્મદિવસ અવસરે તેમને શુભકામનાઓ પાઠવી રહયા છે. સવારથી જ રાજકીય આગેવાનો તેમજ પત્રકાર મિત્રો સંતો મહંતો સહિતના જિલ્લાભરના આગેવાનો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે ત્યારે તેમના મોબાઈલ ૮૨૦૦૪૨૪૭૪૭ ઉપર શુભકામનાઓ વરસાદ વરસી રહ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
