<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી કમરૂભાઇ ભાયાણીનો જન્‍મ દિવસ

રાજકોટ તા. ર૦ :.. ગુજરાત પ્રદેશ કોૅગ્રેસ અગ્રણી કમરૂભાઇ ભાયાણીનો આજરોજ પ૭મો  જન્‍મ દિવસ છે.

કમરૂભાઇ ભાયાણી મીર સમાજના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ અનેક સામાજીક સંસ્‍થાઓ સાથે જોડાયેલા છે.

તેઓ કોંગ્રેસ પક્ષના અનેક પ્રજાલક્ષી કાર્યક્રમો આપી પ્રજાના પ્રશ્નોને વાચા આપેલછે. તેઓ કોંગ્રેસના મહામંત્રી તરીકે રહી ચૂકયા તેમજ ગુજરાત પ્રદેશ એબીસીના મહામંત્રી તરીકે ફરજ બજાવે છે.

કમરૂભાઇ ભાયાણીએ સમુહ લગ્ન, નોટબુક વિતરણ તથા બ્‍લડ ડોનેશના અનેક કાર્યક્રમો આપેલ છે. અને સમાજની સેવા કરી રહ્યા છે.

ેતેઓને જન્‍મ દિવસની શુભેચ્‍છા પાઠવતા પ્રદેશ પ્રમુખશ્રી અમીતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, રાજદીપસિંહ જાડેજા, વશરામભાઇ સાગઠીયા, જશવંતસિંહ ભટ્ટી, ઇબ્રાહીમ સોરા, દ્વિવીબેન સોલંકી, રસીલાબેન ગૌરીયા અજય ચૌહાણ, તથા ગુજરાત વીર સમાજના તમામ આગેવાનોએ પણ શુભેચ્‍છા પાઠવેલ છે.

બાબુભાઇ ભાયાણી, સાજીદ ભાયાણી, કાસમભાઇ મરકડા, અણમ મીર, નિઝામભાઇ અનવરભાઇએ શુભેચ્‍છા પાઠવેલ હતી.

(11:13 AM IST)