<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

ભાજપના પ્રદેશ નેતા પૂર્વ મંત્રી ભરત બારોટનો જન્‍મદિન

 

રાજકોટઃ ભારતના નેતા રાજયના પૂર્વ મંત્રી શ્રી ભરત ચીમનલાલ બારોટનો જન્‍મ તા. ર૦ જુલાઇ ૧૯પ૦ ના દિવસે થયેલ. આજે ૭૭ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ જનસંઘ વખતથી જાહેર જીવનમાં છે. ભાજપ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ રહી ચૂકયા છે. પાંચ ટર્મ ભાજપના ધારાસભ્‍ય તરીકે રહી ચૂકયા છે.

શ્રી ભરત બારોટએ શ્રી સુરેશભાઈ મહેતાના નેતળત્‍વની સરકારમાં રાજય કક્ષાના મંત્રી તરીકે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્‍યાણ વિભાગનો સ્‍વતંત્ર હવાલો.  કેશુભાઈ પટેલના નેતળત્‍વની સરકારમાં રાજય કક્ષાના મંત્રી તરીકે ઉચ્‍ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગનો સ્‍વતંત્ર હવાલો તથા પ્રોટોકોલ અને માહિતિ પ્રસારણ વિભાગ સંભાળેલ. શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના નેતળત્‍વની સરકારમા રાજય કક્ષાના મંત્રી તરીકે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગનો સ્‍વતંત્ર હવાલો સંભાળેલ ફરી શ્રી મોદીના નેતળત્‍વની સરકારમાં મંત્રી તરીકે ગ્રામ વિકાસ-સ્‍વતંત્ર હવાલો અને પંચાયત વિભાગોના રાજય કક્ષાના મંત્રી રહયા હતા. હાલ ભાજપના પ્રદેશ કારોબારી સભ્‍ય છે.

ફોન નં. ૦૭૯-૨૫૬૨૪૮૨૬, મો. ૯૮૨૫૦ ૫૦૩૨૮ અમદાવાદ

(11:43 AM IST)