તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Monday, 20th July 2026
જુનાગઢના લોકપ્રિય નેતા અને આહિર સમાજના ભામાશા જવાહર ચાવડાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૦: પૂર્વ કેબિનેટ મંત્રી અને અખિલ ગુજરાત આહિર સમાજના પ્રમુખ શ્રી જવાહરભાઈ પેથલજીભાઈ ચાવડાનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે તેમના તોહીજનો, મિત્ર વર્તુળ, રાજકીય અગ્રણીઓ અને સમર્થકો દ્વારા સોશિયલ મીડિયા તેમજ રૂબરૂ મળીને શુભેચ્છાઓનો અવિરત વરસાદ વરસાવી રહ્યા છે.
જૂનાગઢ જિલ્લાના નેતા તરીકે જાણીતા જવાહરભાઈ ચાવડાની ગણના આહિર સમાજના ભામાશાઁ તરીકે થાય છે. તેમણે પોતાના પિતા પૂજ્ય પેથલજીભાઈના પરોપકાર અને દાનના ભવ્ય સંસ્કારોને સાચા અર્થમાં સાર્થક કર્યા છે.
શિક્ષણ, આરોગ્ય કે સામાજિક કલ્યાણનું કોઈપણ કાર્ય હોય, જરૂરિયાતમંદો માટે તેમના સખાવતના દ્વાર હંમેશા ખુલ્લા રહ્યા છે.
પોતાની અનન્ય દાનવીરતા અને ગરીબો પ્રત્યેની ઊંડી સંવેદનાને કારણે તેઓ જનમાનસમાં એક અનોખું અને આદરણીય સ્થાન ધરાવે છે. (જવાહરભાઇ ચાવડા મો. ૯૮રપર ર૮૮૮૮)(સંજય ડાંગર દ્વારા, ધ્રોલ) (૯.ર૧)
(12:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
