<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th July 2026

રાજકોટ બાર એશોસીએશનના કારોબારી સભ્‍ય એડવોકેટ અશ્વીન રામાણીનો કાલે જન્‍મ દિવસઃ૫૧માં વર્ષમાં મંગળ પ્રવેશ

રેવન્‍યુ ક્ષેત્રે વકિલાત અંગે રાજકોટમાં મોટુ નામ ધરાવતા

રાજકોટ :.. રાજકોટ બાર એશોસીએશનના સતત બે વર્ષથી કારોબારી સભ્‍ય પદે સેવા આપતા એવા સામાકાંઠાના લોકપ્રીય એડવોકેટ અશ્વીનભાઈ રામાણીનો આવતી કાલે જન્‍મ દિવસ છે, તેઓ ૫૧ માં વર્ષમાં મંગળ પવેશ કરશે, અશ્વીનભાઈ રામાણી સામાકાંઠામાં ખુબ જ સારી લોકચાહના ધરાવે છે, અશ્વીનભાઈ રામાણી સીવીલ તેમજ રેવન્‍યુ ક્ષેત્રે છેલ્લા ૨૪(ચોવીસ) વર્ષથી પેકટીશ કરે છે, મુળ સણોસરા ગામના વતની ખેડુતપુત્ર અશ્વીનભાઈએ રાજકોટ ખાતે વકીલાતનો આરંભ કરી ખુબ જ ટુંકા સમયમાં પોતાની મહેનત અને ખંતથી ખુબ જ સારી પ્રગતી કરેલ છે, અને પોતાના મીલનસાર સ્‍વભાવ અને નિતીમતાથી તેમની સાથે સામાકાંઠાના મોટાભાગના બીલ્‍ડરો અખીલમ ગળપ, શિવમ ગળપ, બિલ્‍ડકોન, રાધેશ્‍યામ બિલ્‍ડકોન, બાલાજી કન્‍સ્‍ટ્રકશન, ખોડીયાર ડેવલોપર્સ, વિગેરે,  બિલ્‍ડર ગૂ૫ વર્ષોથી સતત જોડાયેલ રહેલ છે, છેલ્લા વર્ષોમાં અશ્વીનભાઈ રામાણી પાસે ઘણા વકીલ મીત્રો જુનીયરશીપ કરી તૈયાર થયેલ છે, અને હાલ પોતપોતાની રીતે ખુબ જ સારી એવી પ્રેકટીશ કરી રહેલ છે, તેમને પણ તેઓ સતત માર્ગદર્શન પુરુ પાડે છે, રાજકોટના સામાકાંઠાના પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે જ ટુંક સમય પહેલા જ તેઓએ પોતાની અદ્યતન ઓફીસનો શુભારંભ પણ કરેલ છે, જેમા પણ હાલ ઘણા જુનીયર વકીલાત શીખી રહેલ છે.

 તદ ઉપરાંત સામાકાંઠાના વકીલોમાં જે યુનિટી થયેલ છે, તેમાં પણ અશ્વીનભાઈનું ખુબ જ મોટુ યોગદાન છે, તેઓ સામાકાંઠાના વકીલોમાં ખુબ જ માનપાન ધરાવે છે, તેમજ રાજકોટ ડીસ્‍ટ્રીકટ બેંકના પેનલ એડવોકેટ છે, તેમજ અનેક સામાજીક સંસ્‍થાઓ તથા રામાણી પરીવારમાં પણ સક્રીય રહી સતત કાર્યશીલ રહે છે, આમ શ્રી અશ્વીન રામાણીના આ ખુબ જ યાદગાર જન્‍મ દિવસે તમામ મિત્રવર્તુળ, તમામ બિલ્‍ડર્સ લોબી, તેમના સગા તોહીઓ તથા સામાકાંઠાના વકીલમીત્રો તેમને તેમના મો.નં.૯૯૭૯૦ ૧૩૩૩૦ ઉપર શુભેચ્‍છા પાઠવશે.

(12:12 PM IST)