<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

રાજયના નિવૃત અધિક મુખ્‍ય સચિવ એ.કે. રાકેશને જન્‍મદિન મુબારક

રાજકોટ, પાટણ, પંચમહાલના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતમાં વહીવટી ક્ષેત્રે વર્ષો સુધી યશસ્‍વી કામગીરી કરી અધિક મુખ્‍ય સચિવ પદેથી (આઇ.એ.એસ. ૧૯૮૯) નિવૃત થયેલા શ્રી અમરેન્‍દ્રકુમાર રાકેશ માટે આજે વિશેષ યાદગાર દિવસ છે. તેમનો જન્‍મ તા.૨૧ જુલાઇ ૧૯૬૪ના દિવસે થયેલ આજે ૬૩માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે.

મૂળ બિહારના વતની શ્રી એ.કે. રાકેશ ભુતકાળમાં ભાવનગર અને ખેડામાં જિલ્લા વિકાસ અધિકારી, રાજકોટ, પંચમહાલ અને પાટણમાં જિલ્લા કલેકટર, નર્મદા વિભાગમાં સંયુકત સચિવ, ગુજરાતના વિકાસ કમિશનર, નિર્મળ ગુજરાત અભિયાન નિયામક, નાગરિક પુરવઠા નિગમમાં મેનેજીંગ ડીરેકટર, કુટીર ઉદ્યોગ કમિશનર, મેરીટાઇમ બોર્ડમાં મુખ્‍ય કારોબારી અધિકારી, પંચાયત અને ગ્રામ વિકાસ તથા સામાન્‍ય વહીવટ વિભાગ અને કૃષિ વિભાગમાં અધિક મુખ્‍ય સચિવ તરીકે ફરજ બજાવી ચુકયા છે.

મો. ૯૯૭૮૪ ૦૭૩૨૮ ગાંધીનગર.

 

(11:34 AM IST)