<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 22nd July 2026

જસદણના નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ મેહુલભાઈ સંઘવીનો આજે જન્‍મદિવસ

 

(ધર્મેશ કલ્‍યાણી દ્વારા) જસદણ, તા.૨૨: કોરોના કાળથી અવિરત સેવાકાર્ય કરતી જસદણ શહેરની બિન રાજકીય સંસ્‍થા નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણના પ્રમુખ અને યુવા વેપારી અગ્રણી મેહુલભાઈ શરદભાઈ સંઘવીનો આજે ૫૧મો જન્‍મદિવસ છે.

મેહુલભાઈ સંઘવીએ ૧૯૯૨થી રાજકીય ક્ષેત્રે જાહેર જીવનની શરૂઆત કરી યુવા લડાયક નેતા તરીકે અગ્રેસર રહી શહેરના ગરીબ દર્દીઓ અને જરૂરિયાત મંદ પરિવારોને મદદરૂપ થવા માટેના સેવાકાર્ય ક્ષેત્રે સક્રિયતા દાખવી સારી એવી લોક ચાહના હાંસીલ કરી છે. રાજકીય કારકીર્દીને અલવીદા કરી કોરોના મહામારીમાં જીવના જોખમે કોરોનાગ્રસ્‍ત દર્દીઓને તેમજ જરૂરીયાત મંદ પરિવારોને નિઃસ્‍વાર્થ ભાવે મદદરૂપ થવાના દ્રઢ સંકલ્‍પ સાથે છ વર્ષ પૂર્વે નિઃસ્‍વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ જસદણ (નિઃસ્‍વાર્થ સેવા સમિતિ)ની સ્‍થાપના કરી લોકડાઉનના પ્રથમ દિવસથી પ્રગટાવેલી સેવાયજ્ઞની ઝળહળતી જ્‍યોત આજે પણ અવિરતપણે પ્રજવલિત રહી છે. જસદણ સરકારી હોસ્‍પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને મદદરૂપ થવા માટે સતત સંઘર્ષશીલ રહી સેવાકીય સત્‍કાર્યો માટે વ્‍યક્‍તિગત રીતે કયારેય હાથ લંબાવ્‍યા વગર સામે ચાલીને આર્થિક સહયોગ આપનાર દાતાઓના સહયોગથી જરૂરિયાતમંદોને તેમજ દર્દીઓના હિતને ધ્‍યાનમાં રાખીને નોંધપાત્ર અનેકવિધ સેવાકાર્ય કરવામાં મેહુલભાઈને અણધારી સફળતા મળી છે. કોરોના મહામારીના સમય દરમિયાન જીવના જોખમે દર્દીઓ ગરીબ પરિવારો પ્રત્‍યે માનવતા તેમજ લંપી વાયરસના પ્રકોપ સમયે અબોલ જીવોને બચાવવા જીવદયા પ્રત્‍યે નિઃસ્‍વાર્થ ભાવના દાખવી જીવના જોખમે પ્રેરણારૂપી ઉમદા સેવાકાર્ય કરવા બદલ મેહુલભાઈ સંઘવીને માનવાધિકાર નિગરાની સમિતિ દ્રારા અમદાવાદ ખાતે રાજ્‍ય કક્ષાના માનવ પ્રતિભા એવોર્ડ અને પાંચાળ વિકાસ બોર્ડ એવમ પાંચાળ વિકાસ સમિતિ દ્રારા ચોટીલા તાલુકાના પ્રસિદ્ધ લોમેવધામ ધજાળા ખાતે પાંચાળ ગૌરવ એવોર્ડ તેમજ ઈન્‍ટર નેશનલ જૈન પેગામ ફાઉન્‍ડેશન રાજકોટ દ્વારા સ્‍ટાર ઓફ સૌરાષ્‍ટ્ર એવોર્ડ અને સમસ્‍ત મહાજન રાજકોટ દ્વારા જીવદયા એવોર્ડથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા તેમજ સ્‍થાનિક વહીવટી તંત્ર અને વિવિધ રાજકીય અને સામાજીક સંસ્‍થાઓ દ્રારા પણ વિશિષ્ટ સેવા સન્‍માન પત્રો અર્પી નિડર યોદ્ધા તરીકે મેહુલભાઈના નિઃસ્‍વાર્થ સેવાકાર્યને બિરદાવ્‍યા હતા. હર હંમેશ લોક ઉપયોગી તેમજ સરકારી હોસ્‍પિટલ જસદણમાં સારવાર લઈ રહેલા ગરીબ દર્દીઓના હિતમાટે કાંઈ પણ કરી છૂટવાની ભાવના દાખવનાર મેહુલભાઈના જન્‍મદિવસ નિમિત્તે તેમના મો.૮૦૦૦૦૯૮૯૦૦ અને ૯૪૨૭૨૩૮૮૮૦ ઉપર શુભેચ્‍છાઓનો વરસાદ વરસી રહ્યો છે.

(11:22 AM IST)