તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 24th July 2026
રજવાડી કલમના લેખક, કવિ અને ઇતિહાસના મર્મી કિશોરસિંહ જાડેજાનો ૭૮મો જન્મદિવસ
ગોંડલ તા.૨૪: કોટડાસાંગાણી તાલુકાના નાનાવડીયાના પૂર્વ સરપંચ, સંશોધનકાર, પરંપરાગત સંસ્કૃતિના અભ્યાસુ, રાજપુતી કલમના કસબી, ઈતિહાસવિદ, કવિ, લેખક કિશોરસિંહ જાડેજાનો આજે જન્મદિવસ છે. તા. ૨૪ જુલાઈ, ૧૯૪૯ના રોજ જન્મેલા કિશોરસિંહે ૭૮મા વષેમાં પ્રવેશ કર્યો છે. તેઓએ ઈતિહાસવિદ તરીકેની નામના સાથે ૨૧ જેટલા પુસ્તકો પ્રકાશિત કરી લોકપ્રિય લેખક તરીકે ખ્યાતિ મેળવી છે. તેઓના પ્રજાલક્ષી મહત્વના કાર્યો જોઈએ તો (૧)કોટડાસાંગાણીમાં કોલેજની મંજુરી મેળવવામાં, (૨) એ કોલેજને પ્રજાવત્સલ રાજવીશ્રી મુળવાજીબાપુનુ નામાભિધાન કરાવવામાં, (૩)મુળવાજીબાપુની પ્રતિમા સ્થાપિત કરાવવામાં તથા (૪) નવી લાયબ્રેરી મંજુર કરાવવામાં અગ્રેસર રહી મહત્વપૂણે અને નોંધપાત્ર ભૂમિકા નિભાવનાર, માહિતિ સભર અનેક લોકપ્રિય આર્ટીકલ લખી સિધ્ધિ, પ્રસિધ્ધિ અને પ્રગતિના સોપાનો સર કરી સફળતા સાથે લોકચાહના હાંસલ કરી છે. ઉપરાંત હાલમાં ગોંડલની અનેક સામાજિક સેવાકિય પ્રવૃતિઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. તેમજ સાહિત્ય વર્તુળના સંયોજક તરીકે સેવા આપી રહ્યા છે. સાફા, પાઘડી, શાલ સાથે અનેક સન્માનો, મોમેન્ટો, શિલ્ડ અને સન્માનપત્રો મેળવી પરિવારનુ, સમાજનું, તાલુકાનુ અને પોતાના ગામનું નામ રોશન કરનાર, ઈતિહાસવિદ, લેખક, કવિ કિશોરસિહ જાડેજાના જન્મદિવસે ફોન ૯૪૨૬૪ ૪૮૭૭૨ ઉપર શુભેચ્છા વષો થઈ રહી છે.
(10:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
