<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

કેતન સંઘવીનો આજે જન્‍મદિવસ

જીવ રક્ષા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ચેરમેન ગૌરક્ષક

રાજકોટઃ જૈન અગ્રણી, જીવદયા પ્રેમી, કેતનભાઈ સંઘવીનો આજે જન્‍મદિવસ  છે. તેઓ  વર્ષોથી જીવદયા, ગૌસેવા અને માનવસેવાના ક્ષેત્રમાં અવિરત કાર્ય કરી રહ્યા છે. કતલખાને લઈ જવામાં આવતા પશુઓને બચાવવાથી લઈને ઘાયલ, નિરાધાર અને અકસ્‍માતગ્રસ્‍ત અબોલ જીવોના રેસ્‍કયૂ સુધીના અનેક કાર્યોમાં તેઓ અને તેમની ટીમ દિવસ-રાત કાર્યરત રહે છે.  ઉનાળાની કાળઝાળ ગરમીમાં નિઃશુલ્‍ક છાશ વિતરણ કેન્‍દ્ર, પાણીના પરબ તેમજ અન્‍ય અનેક સેવાકીય પ્રવળત્તિઓ દ્વારા કરવામાં આવે છે.

કેતનભાઈ સંઘવીને  સેવાકીય યોગદાન બદલ જૈન શાસન રત્‍ન એવોર્ડ, જીવદયા રત્‍ન એવોર્ડ, અહિંસા રત્‍ન એવોર્ડ સહિતના અનેક પ્રતિષ્ઠિત સન્‍માનોથી નવાજવામાં આવ્‍યા છે.

જન્‍મદિવસ નિમિત્તે જીવ રક્ષા ફાઉન્‍ડેશન ટ્રસ્‍ટના ટ્રસ્‍ટીઓ અજીતભાઈ જૈન, નીલભાઈ મહેતા, હેમાબેન દેસાઈ સહિત સમગ્ર ટ્રસ્‍ટ પરિવાર દ્વારા શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે (મો. ૭૭૭૮૯૫૨૪૪૮)

(11:21 AM IST)