<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

રાજકોટના યુવા એડવોકેટ રીપલ ગેવરીયાનો જન્‍મ દિવસ

 

રાજકોટ, તા. ૨૫: આજે યુવા એડવોકેટ રીપલ ગેવરિયાનો જન્‍મદિવસ છે. સૌરાષ્‍ટ્રના જાણીતા ફોજદારી ધારાશાષાી ર્ર્ંએડવોકેટ સુરેશભાઈ ફળદુના માર્ગદર્શન હેઠળ વકીલાતની શરૂઆત કરનાર એડવોકેટ રીપલ ગેવરિયાએ સ્‍વતંત્ર પ્રેક્‍ટિસ શરૂ કરી ફોજદારી કાયદા, સાયબર ક્રાઇમ તથા અન્‍ય કાયદાકીય ક્ષેત્રોમા પોતાની આગવી ઓળખ ઊભી કરી છે અને પાટીદાર સમાજમા ખૂબ જ ચાહના મેળવેલ છે.

તેઓ હાલ ચર્ચિત કેસ જેમકે રૂા. ૨,૫૦૦ કરોડના સાયબર ક્રાઇમ સંબંધિત કેસ, રૂા. ૨ કરોડથી વધુના ગેમિંગ ફંડ સંબંધિત કેસો, GUJCTOC સંબંધિત કેસો, તેમજ ચેક રિટર્ન સંબંધિત કેસોમા તથા અનેક ફોજદારી કેસમા ક્‍લાયન્‍ટ વતી કાનૂની પ્રતિનિધિત્‍વ કર્યું છે. ઉપરાંત દિલ્‍હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, મૈસુરુ સહિત દેશના વિવિધ શહેરોમાં કાનૂની કામગીરી દ્વારા તેમણે પોતાના કાર્યક્ષેત્રનો વ્‍યાપ વધારે સારી નામના મેળવેલ છે.

વિવિધ સામાજિક સંસ્‍થાઓ અને પ્રાઇવેટ કંપનીઓ સાથે લીગલ એડવોકેટ તરીકે જોડાઈ તેઓ કાનૂની માર્ગદર્શન અને સલાહ પણ આપી રહ્યા છે. વ્‍યાવસાયિક નૈતિકતા, પારદર્શિતા અને અસીલોના અધિકારોનું સંરક્ષણ તેમની કાર્યશૈલીની વિશેષ ઓળખ છે તેમજ વકીલાતની સાથે સમાજ સેવા તેમજ પક્ષી પ્રેમ તથા વળક્ષારોપણ કરી પ્રકળતિ પ્રત્‍યે પણ સારુ એવુ યોગદાન આપી રહ્યા છે.

આજે તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રો, વકીલો, સગા તોહી તથા સમાજના અગ્રણીઓ દ્વારા તેમના મોબાઇલ નંબર ૯૪૨૯૫ ૨૬૮૯૩ પર શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.

(2:21 PM IST)