<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 27th July 2026

શાપર-વેરાવળના પત્રકાર પંકજભાઇ ટીલાવતનો જન્‍મદિવસ

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા., ર૭ : શાપર-વેરાવળઃ ઔદ્યોગિક નગરી શાપર-વેરાવળના લોકપ્રિય અને નીડર પત્રકાર પંકજ ટીલાવતનો આજે જન્‍મદિવસ છે. તેઓ છેલ્લા ૯ વર્ષથી વધુ સમયથી મીડિયા લાઈન સાથે સક્રિયપણે જોડાયેલા છે. પંકજ ટીલાવત હાલમાં જનતા જાણકારી ન્‍યૂઝ, દિવ્‍યાંગ ન્‍યૂઝ અને સત્‍ય માહિતી ન્‍યૂઝ જેવા પ્રતિષ્ઠિત ન્‍યૂઝ પ્‍લેટફોર્મ પર શાપર-વેરાવળ અને આસપાસના વિસ્‍તારની નાની-મોટી ઘટનાઓ, લોકપ્રશ્નો અને સચોટ સમાચારો સતત પ્રકાશિત કરી રહ્યા છે.  પત્રકારત્‍વ ક્ષેત્રે શાપર-વેરાવળનું નામ રોશન કરનાર પંકજ ટીલાવતને ડિજિટલ મીડિયા જગત અને મિત્રો તરફથી પણ ઉજ્જવળ ભવિષ્‍ય માટે મંગલકામનાઓ મળી રહી છે. તેમના મોં. ૮૧૫૫૯૩૭૪૬૬ પર શુભેચ્‍છાઓનો ધોધ વર્ષી રહ્યો છે.

 

 

(11:26 AM IST)