<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

યુવા પત્રકાર સુભાષ વઘાસિયાનો આજે જન્‍મદિવસ

રાજકોટઃ યુવા પત્રકાર, તંત્રી અને મીડિયા ઉદ્યોગસાહસિક સુભાષ વઘાસિયાનો આજે જન્‍મદિવસ છે. તેઓ જીવનનાં ૩૪ વર્ષ પૂર્ણ કરીને ૩૫માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. બી.એસ.સી. તેમજ જર્નાલિઝમનો અભ્‍યાસ પૂર્ણ કરનાર સુભાષ વઘાસિયાએ ખૂબ જ નાની ઉંમરમાં મીડિયા ક્ષેત્રે પોતાની આગવી ઓળખ સ્‍થાપિત કરી છે. તેઓ રાજકોટથી પ્રકાશિત થતાં અખબારો સૌરાષ્ટ્ર સત્‍ય અને સૌરાષ્ટ્ર મિજાજના યુવા તંત્રી તરીકે  ફરજ બજાવી રહ્યા છે. તેઓ સૌરાષ્ટ્ર સત્‍ય મીડિયા પ્રા. લિ.ના મેનેજિગ ડિરેક્‍ટર તરીકે જાહેરાત, બ્રાન્‍ડિંગ અને મીડિયા પ્‍લાનિગ ક્ષેત્રે પણ નોંધપાત્ર સેવાઓ આપી રહ્યા છે. આજે જન્‍મદિવસ નિમિત્તે પરિવારજનો, સ્‍નેહીજનો, પત્રકાર મિત્રો,સહિતના શુભેચ્‍છકો મો . ૮૦૦૦૦૨૮૬૨૦ પર શુભેચ્‍છાવર્ષા કરી રહ્યા છે.

 

 

(3:24 PM IST)