<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 31st July 2026

જસદણ ભાજપ પ્રમુખ વિજય રાઠોડના જન્‍મદિને સેવાકાર્યો

 

(હિતેશ ગોસાઈ-હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા. ૩૧ :..  જસદણમાં આજે સવારથી શહેર ભાજપ પ્રમુખ વિજયભાઈ રાઠોડના જન્‍મદિન નિમિત્તે સેવાનો ધમધમાટ શરૂ થયો હતો વહેલી સવારે રાજ્‍યના ડાયનેમિક મંત્રી કુંવરજીભાઈ બાવળીયા જસદણના પ્રથમ નાગરિક અને નગરપાલિકાના પ્રમુખ જીતેન્‍દ્રભાઈ છાયાણીએ હરખ વ્‍યક્‍ત કરી ટેલીફોનીક અભિનંદન પાઠવ્‍યા હતાં સવારે જસદણની સિવિલ હોસ્‍પિટલમાં શહેર ભાજપના મંત્રી અમરશીભાઈ રાઠોડએ દર્દીઓને ચા બિસ્‍કિટ આપી હરખ વ્‍યક્‍ત કર્યો હતો આ ઉપરાંત ગૌશાળા, મંદિરો અને વિધાર્થીઓમાં ચુપચાપ સેવાકીય કામો કરવામાં આવ્‍યા હતા.

(11:00 AM IST)