News of Friday, 31st July 2026
IAS કેડરના અધિકારી સંજય મોદીનો જન્મદિન

રાજકોટઃ ગુજરાત ટ્રાઇબલ એજયુકેશન સોસાયટીમાં વહીવટી નિયામક તરીકે ફરજ બજાવતા શ્રી સંજય કે. મોદીનો જન્મ તા. ૩૧ જુલાઇ ૧૯૬૬ ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ આદિજાતિ વિકાસ નિગમના મેનેજીંગ ડીરેકટર તરીકેનો વધારાનો હવાલો પણ સંભાળી રહયા છે. મુળ ભરૂચ પંથકના વતની અને ર૦૧ર ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે.
શ્રી એસ. કે. મોદી ભૂતકાળમાં લીંબડીમાં પ્રાંત અધિકારી, જૂનાગઢમાં નિવાસી અધિક કલેકટર, ગુજરાત બાળ અધિકાર આયોગમાં સચિવ, ગિર સોમનાથ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, નાગરિક પુરવઠા નિગમમાં વહીવટી નિયામક, અમદાવાદમાં રીજીયોનલ નગરપાલિકા કમિશનર, ગાંધીનગરમાં જિલ્લા વિકાસ અધિકારી, નર્મદામાં જિલ્લા કલેકટર વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ૩૧ વર્ષના સરકારી સેવાના કાર્યકાળ બાદ આજે નિવૃત થઇ રહયા છે.
મો. ૯૮૨૫૯ ૭૭૬૬૦ ગાંધીનગર
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
