તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 31st July 2026
શહેર ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ અનિરૂધ્ધસિંહ વાળાનો જન્મદિન

રાજકોટઃ ભાજપ યુવા મોરચા રાજકોટ મહાનગરના ઉપાધ્યક્ષ અનિરૂધ્ધસિંહ ભરતસિંહ વાળાનો જન્મદિવસ છે. જેઓ જીવનના ૩૧ વર્ષ પૂર્ણ કરી ૩૨માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. તેઓ સંઘના સ્વંય સેવક, ૨૦૧૦માં યુવા મોરચાના કાર્યકર્તા તરીકે કામની ૨૦૧૫ માં બૂથ અધ્યક્ષ તરીકે, ૨૦૧૮માં યુવા મોરચાના કોષાધ્યક્ષ વોર્ડ નંબર ૭ની જવાબદારી, યુવા મોરચા પ્રમુખ વોર્ડ નંબર ૭ તરીકે નિમણુંક થયેલ, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રવાસી કાર્યકર્તા - માત્ર વિધાનસભા, કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં પ્રવાસી કાર્યકર્તા - કલઘટગી વિધાનસભા સહિતની જવાબદારી નિભાવેલ. હાલ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે કામ કરી રહ્યા છે. તેઓ શેર વિશ્વ સ્માઇલ એનજીઓ અને આરએઆર ફાઉન્ડેશન પણ સેવા આપી રહ્યા છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
