તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 1st August 2026
લાખણકા સ્ટેટ એડવોકેટ ઈન્દુભા રાઓલનો આજે જન્મ દિવસ

રાજકોટ તા. ૧ : લાખણકા સ્ટેટ અને ગુજરાત આમ આદમી પાર્ટીના જોઇન્ટ સેક્રેટરી એડવોકેટ ઈન્દુભા રાઓલ (પ્રમુખ લાખણકા સેવા સહકારી મંડળી)નો આજે જન્મદિવસ છે. આજે ૫૨ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરનાર ઇન્દુભા ક્રિમિનલ બાર એસોસિયેશનના પૂર્વ પ્રમુખ તરીકે સેવા આપી ચૂકેલા છે. ઉપરાંત શહેરની અનેક જાણીતી નામાંકિત સામાજિક સંસ્થાઓ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય, એકતા મિત્ર મંડળ, ગુજરાત એસ.ટી. મુસાફર હિતરક્ષક સમિતિ, લોક સંસદ વિચાર મંચ, ક્ષત્રિય ગિરાસદાર સેના, રાજકોટ શહેર/ જિલ્લા વાલી મહામંડળમાં તેઓની નોંધપાત્ર સેવા છે. સાથો સાથ ડોગ શો, અશ્વ શો જેવા કાર્યક્રમો કરતા આવ્યા છે. પ્રજાકીય પ્રશ્નો અંગે અનેક વખત ધરપકડ વ્હોરનાર ઇન્દુભા (મો.૯૮૨૫૦ ૮૬૨૭૭)ને આજે જન્મદિવસ નિમિત્તે ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઈ રહી છે.
(10:58 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
