<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 4th August 2026

સહકાર ભારતી,સંગઠન પ્રમુખ જયેશ સંઘાણીનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટઃ સંગઠનમાં માહિર, બહોળો મિત્ર વર્ગ ધરાવનાર,મિલનસાર સ્‍વભાવવાળા, ધર્મિષ્ઠ, કોઈપણ કામમાં નિસ્‍વાર્થ ભાવે મદદરૂપ થનાર, સંપર્ક રાખવાના અને પ્રચાર પ્રસારના માહીર, વાચકો નો બહોળો મિત્ર ધરાવનાર,  સેવા પરમો ધર્મ ખરા અર્થમાં સાર્થક કરી રહેલા જીવદયાપ્રેમી શ્રી  જયેશભાઈ સંઘાણી નો (તીથી પ્રમાણે રક્ષાબંધનના દીવસે)  તા.પ ઓગષ્‍ટના રોજ જન્‍મદિવસ છે.

રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘ  રાજકોટ મહાનગરના પૂર્વ પ્રચાર પ્રમુખ,દક્ષિણ નગર અને રણુજા નગરના, વૃંદાવન નગર કાર્યવાહ રહી ચૂકેલા ,સંઘના તૃતીય વર્ષ શિક્ષિત સ્‍વયંસેવક, સંઘની અનેક જવાબદારી વહન કરી ચૂક્‍યા છે

વી.વી.પી. એન્‍જીનીયરીંગ કોલેજ નોલેજ સેન્‍ટર ગ્રંથાલયમાં કોલેજ સ્‍થાપના કાળથી પોતાની સેવાઓ આપેલ અને લાઇબ્રેરીમાં સિનિયર કર્મચારી, પ્રોફેસનલ આસીટન્‍ટ તરીકે, તથા પ્રચાર પ્રસારની જવાબદારી પણ વહન કરેલ હતી. સ્‍વ. પ્રવીણ કાકા મણિયાર ના પીઆરઓ તરીકે અનેક વર્ષ જવાબદારી નિભાવી ચૂક્‍યા છે.

સહકારી ક્ષેત્ર, વિશ્વનું શ્રેષ્ઠ સહકારી સંગઠન ના સહકાર ભારતીનાં રાજકોટ મહાનગર ના શહેરનાં સંગઠન પ્રમુખ જવાબદારી નિભાવી રહયા છે.  તેમજ રાજકોટ નાગરીક સહકારી બેંક, કાલાવડ રોડ, બ્રાંચમાં છેલ્‍લા બાર વર્ષથી વિકાસ સમિતિનાં સહ કન્‍વીનર તરીકે સેવા આપી રહયા છે. ગ્રંથાલય ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત,ના કાર્યાલય પ્રમુખ ની જવાબદારી નિભાવી રહ્યા છે.

આ અગાઉ તેઓએ રાજકોટબાર એસોસીએશનમાં ગ્રંથપાલ તરીકે ૧૬ વર્ષ થી સેવા આપેલી હતી. રાષ્ટ્રભકિતને લગતા તેમજ ક્રાંતિકારીઓના જન્‍મદિન,પુણ્‍યતિથિ યાદ રાખીને તેનાં જીવનચરિત્ર ઉપર જીવન ઝરમર દૈનિક  પત્રોમાં આપી વાંચકો સાથે જોડાયેલા રહે છે. અને પત્રકારોમાં લોકપ્રિય રહ્યા છે, તેઓ હાલ જાણીતી આઇટી કંપની હાઇપર ફ્રેસ ટ્રેઞ માં કાર્યરત છે.(મો.૯૪ર૮ર ૦૦પર૦)

(3:39 PM IST)