તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
મોરબી-રવાપરના પૂર્વ સરપંચ અને વર્તમાન કોર્પોરેટર, બિલ્ડર ગોપાલભાઈ કાસુન્દ્રાનો જન્મદિન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા. ૫: મોરબી નજીકના અને હવે મોરબીનો જ વિસ્તાર એવા મીનીમોરબી ગણાતા રવાપરમાં, વસ્તાભાઈ અને કાંતાબેનના એક સામાન્ય ખેડુત પરિવારમાં ૫/૮/૧૯૬૮ માં જન્મેલા ગોપાલભાઈ કાસુન્દ્રાએ જરૂરી અભ્યાસ પૂરો કરતાની સાથે જ ૧૯૯૧ થી બાંધકામ વ્યવસાયમાં ઝંપલાવ્યું અને પછી તો પાછુ વાળીને જોયુ નહી. આજે એક સફળ બિલ્ડર તરીકે તેઓ જાણીતા છે.
પોતાના વ્યવસાયની સાથો સાથ સામાજીક ક્ષેત્રે કંઇક કરી છૂટવાની ભાવનાએ તેમણે રવાપરમાં ખુબ લોકપ્રિયતા અપાવી અને તેઓ ૧૯૯૭ માં પ્રથમ વખત રવાપરના સહુથી નાની ઉમરના સરપંચ બન્યા, પાંચ વર્ષ લોકોના કામ કરી લોકચાહના એવી મેળવી કે લોકોએ ૨૦૧૨ માં તેમણે બીજી વખત સરપંચ તરીકે ચૂંટી સરપંચ તરીકેની જવાબદારીઓ સોંપી. અને રવાપરમાં ખુબ વિકાસના કામો કર્યા. તાજેતરમાં જ ગયેલ મોરબી કોર્પોરેશનની ચૂંટણીમાં વોર્ડ નં ૧૧ જંગી બહુમતીથી ચૂંટી કાઢી લોક પ્રહરી તરીકેની જવાબદારી લોકોએ સોંપી વર્તમાનમાં તેઓ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના તેમજ કાયદો વ્યવસ્થાકમિટીના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. વ્યવસાયીક, રાજકીય ક્ષેત્ર ઉપરાંત ગોપાલભાઈ ઓલ ગુજરાત કાસુન્દ્રા પરિવારના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપવા સાથે અનેક સેવાકાર્યો કરતી સંસ્થાઓ સાથે જોડાઈ પોતાનું યોગદાન આપવા સાથે સામાજીક અને ધાર્મિક ઉત્તરદાઇત્વ નિભાવી રહ્યા છે. આજે તેમના જન્મદિન પર ચોમેરથી તેમના મો. ૯૮૭૯૦ ૭૫૭૬૨ પર શુભેચ્છા વર્ષા થઈ રહી છે.(
(12:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
