તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 5th August 2026
વિજય આહિરનો જન્મ દિવસ
હાસ્ય કલાકાર ધીરૂભાઇ સરવૈયાના પીએ

રાજકોટઃ વિજયભાઇ આહિરનો આજે જન્મ દિવસ છે. તેઓ વિખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઇ સરવૈયાના પી.એ. તરીકે છેલ્લા ૧પ વર્ષથી કામગીરી બજાવી રહ્યા છે. આહીર ભાજપમાં સેવા આપી છે. સેવાકીય અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ શહેર ભાજપ વોર્ડ નંબર ૯ ના બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે ફરજ બજાવી ચૂકયા છે. યુવા મોરચાના મહામંત્રી પણ રહ્યા છે. બે વખત શહેર ભાજપ કારોબારીના સભ્ય બન્યા છે. તેઓ બાપા સીતારામ મિત્ર મંડળના પ્રમુખ પણ છે. રૈયા રોડ, ચંદન પાર્ક પાસે બાપાસીતારામ ચોકમાં જન્માષ્ટમી પર્વ, નવરાત્રી સહિતના કાર્યક્રમોમાં યોગદાન આપી રહ્યા છે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
