<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 7th August 2026

પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલનો જન્મદિવસ

 

રાજકોટ : રાજકોટ પશ્ચિમ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય, રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના જમીની સ્તરના લોકપ્રિય નેતા શ્રી ગોવિંદભાઈ પટેલનો આજે જન્મ દિવસ છે. સરળ અને સાલસ સ્વભાવ, કાર્યકરો સાથેનો નિરાંતો સંપર્ક અને પ્રજાના પ્રશ્નો ઉકેલવાની અદભુત ક્ષમતા ધરાવતા ગોવિંદભાઈ આજે તેમના જીવનના સફળ વર્ષ પૂર્ણ કરીને નવા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યા છે.

સંગઠનના એક સામાન્ય અને નિષ્ઠાવાન કાર્યકર તરીકે પોતાની રાજકીય સફર શરૂ કરનાર શ્રી ગોવિંદભાઈ પટેલે રાજકોટ અને સમગ્ર સૌરાષ્ટ્રના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. ગુજરાત સરકારમાં મંત્રી તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન તેમણે ઊર્જા, પેટ્રોકેમિકલ્સ અને પાણી પુરવઠા જેવા અત્યંત મહત્વના વિભાગોની જવાબદારી ખૂબ જ કુશળતાપૂર્વક સંભાળી હતી. સૌરાષ્ટ્રમાં પાણી અને વીજળીના જટિલ પ્રશ્નોના કાયમી નિકાલ માટે તેમણે લીધેલા નિર્ણયો આજે પણ લોકો યાદ કરે છે. ધારાસભ્ય તરીકે પણ તેમણે પોતાના વિસ્તારમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સતત સક્રિય રહીને લોકોના દિલમાં એક આગવું સ્થાન બનાવ્યું છે.

રાજકારણની સાથે સાથે શ્રી ગોવિંદભાઈ પટેલ અનેક સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સક્રિય રીતે જોડાયેલા છે. સામાન્યમાં સામાન્ય માણસ પણ કોઈપણ સંકોચ વગર તેમને મળી શકે તેવો તેમનો લોકાભિમુખ અભિગમ જ તેમને સાચા અર્થમાં 'પ્રજાના નેતા' બનાવે છે. આજે તેમના જન્મદિવસે તેઓને તેમના મો. ૯૮ર૪૪પ૧પપ૬ ઉપર અભિનંદનવર્ષા થઇરહી છે.

(1:31 PM IST)