તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 7th August 2026
અમદાવાદ હાઈકોર્ટ એડવોકેટસમાં આકાશ પંડયાની કો-ઓપ્ટની પસંદગી : કાલે જન્મદિન
વિજ્ઞાન જાથાના જયંત પંડયાના પુત્ર

રાજકોટ : ગુજરાત હાઈકોર્ટ એડવોકેટસ એસોસિએશનની તાજેતરમા યોજાયેલી મેનેજીંગ કમિટીની બેઠકમાં એસોસિએશને કારોબારી સમિતિના વિસ્તરણ અને મજબુતીકરણ માટે મહત્વનો ઠરાવ પસાર કરી વિજ્ઞાન જાથાના રાજય ચેરમેન-એડવોકેટ જયંત પંડયા અને માતા હર્ષાબેનના પુત્ર આકાશ પંડયાની કમિટીમાં કો-ઓપ્ટ તરીકે પસંદગી કરી તા. ૮ મી ઓગસ્ટની જન્મદિનની ભેટ આપતા વકીલ મિત્રો, શુભેચ્છકોએ અભિનંદનવર્ષા પાઠવી હતી. અગાઉની ચૂંટણીમાં મેનેજીંગ કમિટીમાં સૌથી વધુ મત મેળવી વિજેતા થયા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.
ગુજરાત ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ અને સિનિયર એડવોકેટ યતિનભાઈ ઓઝાના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં સર્વાનુમતે નવા સભ્યોને મેનેજીંગ કમિટીમાં કો-ઓપ્ટ સમાવેશ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મિટીંગમાં ઉપપ્રમુખ પૃથ્વીરાજસિંહ એ. જાડેજાએ હાઈકોર્ટના સક્રિય અને જાણીતા એડવોકેટ આકાશ પંડયાનો પ્રસ્તાવ મુકતા સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો. તેમાં પૂર્વ સેક્રેટરી હાર્દિક બ્રહ્મભટ્ટ અને સુશ્રી હિમાંશી બલોદી ત્રણેયની કો-ઓપ્ટની પસંદગી કરી જવાબદારીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
આકાશ જયંતકુમાર પંડયાનો જન્મ દિવસ તા. ૮ મી ઓગસ્ટે આવતો હોય તેમજ બાર એસોસિએશન પ્રમુખ યતિનભાઈ ઓઝા, ઉપપ્રમુખ સિધ્ધરાજસિહ જાડેજા, સેક્રેટરી ભાવિક પંડયા, જોઈન્ટ સેક્રેટરી દર્શન દવે, ખજાનચી અમી પટેલ, કમિટીના મેમ્બર્સ નીલ દવે, દેવ કેલા, કિંજલ પટેલ, ગાયત્રી વ્યાસ, ચિરાગ પ્રજાપતિ, ચાંદની જોશી, દિપશિખા મિશ્રા, વિજયરાજસિંહ ઝાલા, કૌશલ દવે, પ્રમોદકુમાર ગેહલોત, રજની ભાર્ગવ, આદિત્ય અસ્થાવડી, કેતન આચાર્ય, વિરાજ દેસાઈ, ત્રિશલા શેઠનો આભાર માનવામાં આવ્યો હોવાનું યાદીમાં જણાવાયું છે.
આકાશ પંડયા (મો.નં. ૯૭ર૪૩૦૦૧૩૦)ને પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, રાજયના મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા, કુંવરજીભાઈ બાવરીયા, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પરસોતમભાઈ રૂપાલા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, પૂર્વ મંત્રી ભાનુબેન બાબરીયા, પૂર્વ મંત્રી ગોવિંદભાઈ પટેલ, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે સહિતનાએ શુભેચ્છા પાઠવી છે.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
