<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

આદિત્‍યાણાના માધવ પ્રકાશભાઇ પંડિતનો આજે જન્‍મદિન

આદિત્‍યાણા તા.૮, બ્રહ્મસમાજના યુવા અગ્રણી અને ગાંધીનગર પંડિત દિનદયાલ એનર્જી યુનિવર્સિટીમાં અભ્‍યાસ કરતા માધવ પ્રકાશભાઇ પંડિતનો આજે જન્‍મદિવસ છે. માધવ આજે ર૧ વર્ષ પૂર્ણ  કરી રર મા વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે.

તેઓ પોલીટેકનીક કોલેજમાં ડિપ્‍લોમાં સીવીલ એન્‍જીનીયરના અભ્‍યાસમાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીમાં બીજા ક્રમે ઉતિર્ણ થયોલ બાદમાં અત્‍યારે પંડિત દિનદાયલ એનર્જી યુનિવર્સિટીમાં ડીગ્રી અભ્‍યાસક્રમમાં સેમેસ્‍ટર ૬ માં ટોપ થ્રીમાં પરફોર્મ કરતા યુનિવર્સિટી દ્વારા એવોર્ડ એનાયત કરવામાં કરવામાં આવેલ છે.

માધવ પશુપક્ષીઓ માટે લાગણી ધરાવીને પશુપક્ષીઓની ખૂબ સારવાર કરે છે અને આદિત્‍યાણા ખાતે તેના ગ્રુપ દ્વારા ધાયલ પશુપક્ષીઓની સારવાર કરવામાં આવે છે. માધવને આજે મિત્ર વર્તુળ અને અગ્રણીઓ દ્વારા જન્‍મદિવસની શુભેચ્‍છા મળી રહી છે.

 

(10:50 AM IST)