<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 8th August 2026

જાણીતાં એન્‍કર-સીંગર દિનેશ બાલાસરાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ, તા.૮: છેલ્લા ચાર દશકથી કલા,નાટય અને સંગીતક્ષેત્રે કાર્યરત એન્‍કર,સિંગર,પ્રોડ્‍યુસર,ઓર્ગેનાઈઝર  જેવી બહુમુખી પ્રતિભા ધરાવતાં કલાકાર દિનેશ બાલાસરાનો કાલે તા.૯ના જન્‍મદિવસ છે.બહોળું મિત્ર સર્કલ ધરાવતાં દિનેશભાઇ છેલ્લા ૭ વર્ષથી લાઈવ રાજકોટ રેડીયો નામથી ફેસબુક રેડીયો ચલાવી રહ્યા છે જે ચેનલને વર્ષ ૨૦૨૪ અને ૨૦૨૫ માં બેસ્‍ટ પ્રાઇવેટ ચેનલ ઓફ યરનો એવોર્ડ મળ્‍યો છે જેનાં કાર્યક્રમો સોમવાર થી શનિવાર રાત્રે ૯ વાગે ફેસબુક ઉપર રજૂ થાય છે. એમનાં જન્‍મદિને ઠેર-ઠેરથી અભિનંદન પ્રાપ્ત થઈ રહ્યા છે.

(3:11 PM IST)