<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ભીલ સમાજના યુવા આગેવાન અવિ મકવાણાનો જન્‍મદિવસ

યુવા ભાજપ અગ્રણી તથા

રાજકોટઃ યુવા ભાજપ અગ્રણી તથા ભીલ સમાજના યુવા આગેવાન અવિભાઈ મકવાણાનો આજે જન્‍મદિવસ છે. તેઓને નાનપણથી જ રાજકીય તેમજ સામાજિક સંસ્‍કારોનો વારસો મળેલ છે. માત્ર ૧૪ વર્ષની નાની ઉંમરથી જ રાષ્ટ્રવાદના રંગમાં રંગાઈ, ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાઈ રાજકીય જીવનની સફરની શરૂઆત કરી હતી. રાજકીય ક્ષેત્રે તેઓએ એક બુથના પાયાના કાર્યકરથી લઈને વોર્ડ, વિધાનસભા તેમજ શહેર કક્ષાએ અનેક જવાબદારીઓ નિભાવી છે. અગાઉ તેઓ વોર્ડ નં. ૧ ના યુવા ભાજપ પ્રમુખ તરીકે સેવા આપી હતી. વોર્ડ નં.૧ ના વિસ્‍તારોમાં યુવાનો ને મોટી સંખ્‍યામાં ભાજપની વિચારધારા સાથે જોડીને યુવાનોનું સંગઠન મજબૂત કરવામાં પ્રેરણાષોત ફાળો આપ્‍યો છે. ગત લોકસભા ચૂંટણીમાં પ્રદેશ વિસ્‍તારક તરીકે નિષ્ઠા પૂર્વક મહત્‍વપૂર્ણ જવાબદારી નિભાવી હતી. હાલ તેઓ અનેક ધાર્મિક તેમજ સામાજિક સંસ્‍થાઓમાં સેવા આપી રહ્યા છે. અવિ અરુણભાઈ મકવાણાના જન્‍મદિવસ નિમિત્તે (મો.૯૭૨૬૯ ૬૬૨૦૩) ઉપર શુભેચ્‍છા વર્ષા થઈ રહી છે.

(11:46 AM IST)