હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
જૈન શ્રેષ્ઠી અને રાજકોટ નાગરિક બેન્કના પૂર્વ મેનેજર નિલેશ શાહનો કાલે જન્મદિન
સેવા, સ્નેહને સંવેદનાનો સમન્વય

રાજકોટઃ નાગરિક સહકારી બેન્ક લિ.ના ભૂતપૂર્વ મેનેજર નિલેશભાઈ જગુભાઈ શાહનો કાલે તા. ૧૪ ઓગષ્ટને શુક્રવારે જન્મદિન છે.
સમાજજીવનમાં પોતાના રણકતા અવાજ, સ્પષ્ટ વકતળત્વ અને સાલસ સુત્ર સંચાલનથી તેઓએ પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. પ્રેમની મૂડીમાં સંતોષનું વ્યાજ અને આનંદનું બોનસ મેળવી સતત કાર્યરત રહે છે શ્રી નાલંદા ઉપાશ્રય, શ્રી આદિનાથ રીલીજીયસ ટ્રસ્ટ, શ્રી અરવિંદભાઇ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ, શ્રી પુજીત રૂપાણી ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી વસંત ગજેન્દ્ર ગડકર સ્મારક ટ્રસ્ટ, રાજકોટ નાગરિક સહકારી બેન્ક હાઉસીંગ સોસાયટી, રાજકોટ નાગરિક બેન્ક કર્મચારી ધિરાણ અને ગ્રાહક મંડળીના પૂર્વ પ્રમુખ, જાગળત્ત કર્મચારી મંડળના પૂર્વ પ્રમુખ, જૈન સોશ્યલ ગ્રુપ ઇન્ટરનેશનલ ફેડરેશનના રીલીજીયસ કમિટીના ચેરમેન, જૈન સોશ્યલ ગ્રુપ, રાજકોટ મીડ ટાઉનના પૂર્વ પ્રમુખ,જૈનમ ગ્રુપ, વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, શ્રી અરવિંદભાઇ મણીઆર રીસર્ચ સેન્ટર, વિશાશ્રીમાળી જૈન સમાજના પૂર્વ મંત્રી, શ્રી નવકાર મંડળ જેવી અનેક સંસ્થાઓમાં સેવા બજાવી રહ્યા છે. જૈન સૌશ્યલ ગ્રુપ (સૌરાષ્ટ્ર રીજીયન)ના પી.આર.ઓ. તરીકે ફરજ બજાવી ચૂકેલ છે.બી.કોમ,એલએલબી સુધીનો અભ્યાસ કરનાર નીલેશભાઈ શાહ પોતાની પાસે આવેલી કોઈપણ વ્યક્તિને સંપુર્ણ પ્રેમભાવથી મીઠો મધુરો પ્રત્યુતર આપવાની તેમની આગવી શૈલીથી તેઓ નાના-મોટા સહુમાં અપાર ચાહના ધરાવે છે. સૌરાષ્ટ્રનાં સિંહણ પૂ. ઇન્દુબાઇ મહાસતીજી, મા-બાપના આશીર્વાદ, શાહ પરિવારની હૂંફ, જીવનસંગીની ‘રશ્મી' અને દિવાનપરાના મિત્રોનો ફાળો મહત્વપૂર્ણ છે, બંને પુત્રી ધરા અને દીશાનું પીઠબળ, જમાઈ મલયકુમાર કોઠારી અને દીપકુમાર ગોપાણીનો સહહૃદય સપોર્ટ અને પૌત્ર વિદ્યાન તેમજ પૌત્રી વિહાનાના નિદોર્ષ સ્નેહ થકી તેમનો જીવનબાગ મહેંકી રહ્યો છે.સારા વક્તા ઉપરાંત રસપ્રદશૈલીમાં કાર્યક્રમનું સંચાલન કરવા માટે જાણીતા છે.
તેમના જન્મદિનની પૂર્વ સંધ્યાએથી જ વજુભાઈ વાળા (રાજ્યપાલ-કર્ણાટક), વસંતભાઈ ખોખાણી ( તત્વચિંતક), ડો. વલ્લભભાઈ કથીરીયા, શ્રીમતી હંસીકાબેન મણીઆર, શ્રી કલ્પકભાઈ મણીઆર, ગોવિંદભાઈ પટેલ, કશ્યપભાઈ શુકલ, નરેન્દ્રસિંહ ઠાકુર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, જીતુભાઈ દેસાઈ, હરેશભાઈ વોરા, મેહુલભાઈ દામાણી, સેજલભાઈ કોઠારી, સંદિપભાઈ મહેતા, કેતનભાઈ વસા, બિપીનભાઈ મહેતા, અતુલભાઈ ઉદાણી, જીતુભાઈ કોઠારી, ડો. દિપકભાઈ મહેતા, ઉપેનભાઈ મોદી, મથુરભાઈ શાહ, પિયુષભાઈ મહેતા, ડો. રાજુભાઇ કોઠારી, સુકેતુભાઈ ભોડીયા, ચિરાગભાઈ દોશી, તરૂણભાઈ કોઠારી, મનીશભાઈ મહેતા, સમગ્ર જેએસજી મીડટાઉન પરિવાર, નલીનભાઈ ઝવેરી, સાંઇરામ દવે ( હાસ્ય કલાકાર), અંકિત ત્રિવેદી (સંચાલક), ઓસમાણ મીર ( કલાકાર), જય વસાવડા( વકતા અને લેખક) અને નાગરિક બેન્ક પરિવારજનોએ હાર્દિક શુભેચ્છા પાઠવેલી છે. મો. ૯૮૨૫૨ ૯૦૬૨૫.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
