તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th August 2026
સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ નાયબ કુલ સચિવ ડો. કિરીટ પાઠકનો કાલે જન્મદિન

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ના પૂર્વ ચેરમેન અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદાવિભાગના પૂર્વ નાયબ કુલસચિવ ડો. કિરીટ પાઠકનો કાલે જન્મદિવસ છે. તેઓ જીવન યાત્રાના ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭ માં વર્ષમાં પ્રવેશ કરશે. તેઓ સંઘમાં સાડા ચાર દાયકાથી સ્વંયસેવક તરીકે કાર્યરત છે.તેઓએરાજકોટ શહેર ભાજપમાં યુવા મોરચામાં ઉપપ્રમુખ(બે ટર્મ): મહામંત્રી(૧ટર્મ):મંત્રી(૧ટર્મ)સુધી સેવા આપી હતી. ગુજરાત ભાજપ યુવા મોરચો માં પ્રદેશ કારોબારી સભ્ય, રાજકોટ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્ય તરીકે ૧૯૯૫ થી૨૦૦૫ સુધી ચેરમેન અને વાઇસ ચેરમેન તરીકે જવાબદારી નિભાવી હતી. રાજકોટ શહેર ભાજપમાં વરિષ્ઠ ઉપપ્રમુખ , શહેર ભાજપ ના માનવ અધિકાર સેલ ના કન્વીનર, શહેર કારોબારીમાં કાયમી નિમંત્રીત સભ્ય તરીકે છ ટર્મથી કાર્યરત રહયા છે..ચુંટણીઓમાં ફોર્મ ભરવાની કામગીરી કરી રહયા છે. શ્રી પાઠક સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માં કાયદા વિભાગ માં નાયબ કુલસચિવ તરીકે માહિતી અધિકાર કાયદા અંતર્ગત આર. ટી. આઈ સેલ ની જવાબદારી સોંપવામાં આવેલ હતી અને આશરે ૭૦૦૦ થી વધારે આર. ટી.આઈ ની અરજીઓ નો નિકાલ કરેલ હતો. તેઓ તા.૩૧/૧૦/૨૦૧૮ના રોજ વયમર્યાદા ના કારણે સેવા નિવળત થયેલ છે શ્રી પાઠક નિવળત્ત થયા બાદ પુઃન વકીલાત ના વ્યવસાયમાં જોડાયેલ છે આ અગાઉ વકીલાત ના વ્યવસાય માં હતા ત્યારે રાજકોટઃ બાર એસોશિએશન માં જોઈન્ટ સેક્રેટરી તેમજ કારોબારી સભ્ય તરીકે જવાબદારી સોંપેલ હતી. તેઓ બી.કોમ.,એલએલએમ (એચઆર), પીએચડી, બીજેએમસી, પી.જીડીએચઆર (એચઆર) ડીટીએલપી, ડીએલએલપી, એલએસજીડીની પદવી ધરાવે છે. અનેક વિધ સામાજીકઃ સેવાકીયઃ શૈક્ષણિક સ઼સ્થાઓ સાથે- જોડાયેલ છે. મો. ૯૪૨૯૨ ૪૪૯૯૯
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
