<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th August 2026

ગોંડલના યુવા પત્રકાર રવિ રામાણીનો આજે જન્‍મદિવસ

ગોંડલ તા.૨૦: ગોંડલના પત્રકાર રવિ રામાણીનો આજે જન્‍મદિવસ છે. પોતાની કલમ અને નિર્ભય પત્રકારત્‍વના માધ્‍યમથી અનેક મહત્‍વના મુદ્દાઓને ઉજાગર કરનાર રવિ રામાણી ગોંડલના મીડિયા જગતમાં અનોખું અને ગુંજતું નામ બન્‍યું છે.

ખેડૂત પરિવારમાં જન્‍મેલા અને પટેલ સમાજનું ગૌરવ ગણાતા રવિ રામાણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ તેમજ સામાજિક સંસ્‍થાઓ સાથે પણ સક્રિય રીતે જોડાયેલા છે. પોતાના સરળ અને મિલનસાર સ્‍વભાવને કારણે તેમનો બહોળો મિત્રવર્ગ છે.

જીવન સફરના ૩૦ વર્ષ પૂર્ણ કરી ૩૧મા વર્ષમાં પ્રવેશ કરનાર રવિ રામાણીને સગા-સંબંધીઓ, મિત્રો, શુભેચ્‍છકો તેમજ મીડિયા જગતના સાથીદારો દ્વારા સોશિયલ મીડિયા, ફોન અને મેસેજના માધ્‍યમથી જન્‍મદિવસની શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી રહી છે.

(10:59 AM IST)