<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd August 2026

મોરબી સ્‍ટેટના આનંદરાજા (ધર્મરાજસિંંહ જાડેજા)નો ૩૬મો જન્‍મદિવસ

૧૪૦ વર્ષની જનસેવાની ઉજ્જવળ પરંપરાનો વારસોઃ ઠેર-ઠેરથી વહેતો શુભકામનાઓનો ધોધ

(જયેશ ભટાસણા દ્વારા) ટંકારા તા.૨૨: મોરબી સ્‍ટેટના યુવા અગ્રણી અને રાજવી પરિવારના સદસ્‍ય આનંદરાજા (ધર્મરાજસિંહ જાડેજા)નો કાલે ૩૬મો જન્‍મદિવસ  હતો. ૨૧ ઓગસ્‍ટ ૧૯૯૦ના રોજ જન્‍મેલા ધર્મરાજસિંહ ઉચ્‍ચ શિક્ષિત છે અને તેમના પરિવારની ૧૪૦ વર્ષ જૂની સમાજસેવાની પરંપરાને બખૂબી આગળ વધારી રહ્યા છે.  તેઓના જન્‍મદિવસ નિમિત્તે સમગ્ર મોરબી પંથકમાંથી તેઓ પોતાના ભવ્‍ય વારસાને નવી ઉંચાઈએ પહોંચાડે અને હંમેશા નિરામય રહે તેવી શુભકામનાઓનો ધોધ ઠેર ઠેરથી વર્ષી રહ્યો છે.

ધર્મરાજસિંહ જાડેજાએ નિરમા યુનિવર્સિટીમાંથી MBAની ડિગ્રી મેળવેલી છે. આધુનિક શિક્ષણ અને રાજવી સંસ્‍કારોના સમન્‍વય સાથે તેઓ મોરબીના સામાજિક અને જાહેર જીવનમાં સતત સક્રિય છે અને યુવા પેઢી માટે એક પ્રેરણારૂપ વ્‍યક્‍તિત્‍વ ધરાવે છે.

ધર્મરાજસિંહના પરદાદા હરભમજીરાજ જાડેજાનો ઇતિહાસ મોરબી અને સમગ્ર દેશ માટે અત્‍યંત ગૌરવપૂર્ણ રહ્યો છે. ૧ જૂન ૧૮૬૨ના રોજ જન્‍મેલા હરભમજીરાજે રાજકુમાર કોલેજમાં પ્રારંભિક શિક્ષણ લીધા બાદ ઇંગ્‍લેન્‍ડ જઈને ૧૮૮૫માં કેમ્‍બ્રિજમાંથી બાર-એટ-લો (બેરિસ્‍ટર) ની પદવી મેળવી હતી. તેમણે ભરતપુર સ્‍ટેટ અને ઉદયપુર સ્‍ટેટ સહિત અન્‍ય રાજ્‍યોના ગવર્નર તરીકે ઉત્‍કળષ્ટ સેવાઓ આપી હતી.

હરભમજીરાજ જાડેજા માત્ર ઉચ્‍ચ હોદ્દાઓ પર જ ન રહ્યા, પરંતુ તેમણે એક મહાન સમાજ સુધારક તરીકે મોટું યોગદાન આપ્‍યું હતું. તેમણે રાજકોટ ખાતે કચ્‍છ કાઠિયાવાડ ગુજરાત ગરાસિયા એસોસિએશન અને ર્બોડિંગની સ્‍થાપના કરી હતી. આ ઉપરાંત ૧૭ જેટલા સ્‍થળોએ ર્બોડિર્ંગ શરૂ કરાવી સમાજમાં શિક્ષણની જ્‍યોત પ્રગટાવી હતી. રાજકોટમાં નિરાશ્રિત ભવન (અનાથાશ્રમ) અને મહાકાલેશ્વર મંદિરની સ્‍થાપના પણ તેમના દ્વારા જ કરવામાં આવી હતી. તેઓએ સ્‍થાપેલ ર્બોડિર્ંગ આજે હરભમજીરાજ ગરાસિયા છાત્રાલય તરીકે પ્રખ્‍યાત છે. સૌરાષ્‍ટ્રભરના ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ અભ્‍યાસ અર્થે અહીં નિવાસ કરી રહ્યા છે.

ધર્મરાજસિંંહના પિતા ધ્રુવકુમારસિંહ જાડેજા પણ જાહેર જીવનમાં હંમેશા અગ્રેસર રહ્યા છે. તેમના લોકસેવાના કાર્યોને કારણે તેમના નામે એક ગામનું નામ પણ પાડવામાં આવ્‍યું છે. ધ્રુવકુમારસિંહ જાડેજાએ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને આરોગ્‍ય સમિતિના પ્રમુખ તરીકે વર્ષો સુધી લોકોની સેવા કરી છે.  મો નં: ૯૧ ૯૯૭૪૫ ૮૦૯૯૯ ઉપર શુભેચ્‍છા નો ધોધ વહી રહો છે.

(12:05 PM IST)