તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd August 2026
સાસણના વિશાલ ધ ગ્રીનવુડ રિસોર્ટના માલિક બળવંતભાઇ ધામીનો આજે જન્મદિવસ

(વિનુ જોષી- કેતન ઓઝા દ્વારા) જૂનાગઢ, જેતપુર, તા.૨૨: જૂનાગઢ સાસણ નજીક માલણકા ડેમ પાસે ૬૬ વિઘામાં પથરાયેલ ગુજરાતના સોૈથી મોટા વિશાલ ધ ગ્રીનવુડ રિર્સોટના માલિક બળવંતભાઇ ધામીનો આજે જન્મદિવસ છે.
બળવંતભાઇ ધામી જેતપુર શ્રી સ્વામિનારાયણ ગાદી સ્થાન મંદિરના ટ્રસ્ટી-જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના વાઇસ ચેરમેન તરીકે સેવા આપે છે. અને જેતપુરમાં વિશાલ મેગામોલના માલિક છે. અત્યંત સરળસ્વભાવ ના ચુસ્ત હરિભકત અને સિધ્ધેશ્વર મહાદેવના અનન્ય ભકત એવા બળવંતભાઇએ રિર્સોટમાં ફળફળાદીથી લઇ હજારોની સંખ્યાાં વૃક્ષો વાવ્યા છે અને રિર્સોટની મુલાકાત લ્યો એટલે આપણે પ્રકૃતિ અને જંગલના સાનિધ્યમાં હોય તેવી અનુભુતિ થાય છે.
રિર્સોટની અંદર સિધ્ધેશ્વર મહાદેવનું મંદિર બનાવવાનો બળવંતભાઇએ સંકલ્પ કર્યો છે. જે ટુંક સમયમાં સાકાર થવાનો છે તેઓ જેતપુર ખાતે રહેતા હોવા છતા તેમની દરરોજ ની જીવનશૈલીએ રહેલી છે કે તેઓ દરરોજ સવારે જેતપુર ખાતે વહેલી સવારે ઉઠી ભગવાન સ્વામિનારાયણ અને સિધ્ધેશ્વર મહાદેવની પુજા કરી અને જૂનાગઢ જવાહર રોડ સ્થિતશ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના હસ્તે પ્રતિષ્ઠિત કરાયેલ સિધ્ધેશ્વર મહાદેવના દર્શન કરી ઇવનગર બાયપાસ થઇ તેઓ રિર્સોટમાં પહોંચી તેઓ સતત સાંજ સુધી વ્યવસ્થા સંભાળી અને ગ્રાહકોને ભાવતા ભોજન કાઠીયાવાડી પંજાબી તૈયાર થાય તેવી પણ દેખરેખ રાખી અને ગ્રાહકો સાથે સીધો સંવાદ કરી પુછે કેમ મજા આવે છે ?કોઇ સૂચન હોય તો કયો ? આવા સરળ સ્વભાવના બળવંતભાઇ ધામી ૬૪ વર્ષ પુરા કરી ૬૫માં વર્ષમાં પ્રવેશી રહયા છે ત્યારે તેમના મો.નં. ૯૮૨૫૧ ૯૪૪૯૪ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(12:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
