<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 24th August 2026

કિશન જે. ટીલવાનો જન્‍મદિવસ : શુભેચ્‍છા વર્ષા

વોર્ડ નં.૧૨ ભાજપના યુવા કોર્પોરેટર અને સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૨ ભાજપના યુવાનો કોર્પોરેટર, એડવોકેટ-નોટરી  કિશન જયસુખભાઈ ટીલવાની ે આજરોજ જન્‍મદિવસ છે ૨૪ ઓગસ્‍ટ ૧૯૮૯ ના પવિત્ર જન્‍માષ્ટમીના શુભ દિવસે જુનાગઢ જિલ્લાના માણાવદર ગામે તેમનો જન્‍મ થયો હતો. તેઓ આજે જીવનના ૩૮ માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. ભાજપની રાષ્‍ટ્રવાદી વિચારધારાથી પ્રેરાઈ અને માતા-પિતાશ્રીના સંસ્‍કારોના આર્શીવાદથી કિશન ટીલવા આજે રાજકોટ વોર્ડ નં.૧૨ ભાજપના યુવા કોર્પોરેટર અને રાજકોટ મહાનગરપાલિકા માં સ્‍ટેન્‍ડીંગ કમીટીના સભ્‍ય તેમજ શ્રી ઉમિયા માતાજી સંસ્‍થાન - રાજકોટ ઉમિયા ધામના ટ્રસ્‍ટી તથા શ્રી ઉમિયા માતાજી મંદિર સિદસરના કારોબારી સભ્‍ય તરીકે સેવા આપી રહ્યા છે. તેઓ છેલ્લા ૨૦ વર્ષોથી તેઓ ભાજપ સંગઠન અને પાટીદાર સમાજમાં વિવિધ હોદ્દાઓ પર રહી નિષ્ઠાપૂર્વક પોતાની સેવાઓ આપી રહ્યા છે. કિશન ટીલવા ધાર્મિક રીતે સોમનાથ મહાદેવ, કષ્ટભંજન દેવ, સ્‍વામિનારાયણ ભગવાન તથા ઉમિયા માતાજીના પરમ ઉપાસક છે.  કિશન ટીલવાના જન્‍મદિવસ નિમિત્તે અનેક રાજકીય અને સામાજિક આગેવાનો, સાધુ-સંતો, વડીલો તથા વકીલ મિત્રો દ્વારા તેમને મોબાઇલ નંબર ૯૯૭૪૦૦૧૦૧૦ ઉપર શુભેચ્‍છાઓ પાઠવાઈ રહી છે.

(11:15 AM IST)