<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 25th August 2026

ખોરાક અને ઔષધ નિયમનના પૂર્વ કમિશનર ડો. એચ.જી. કોશિયાનો જન્‍મદિન

ગુજરાતમાં સૌથી વધુ સમય કમિશનર રહેવાનું માન

 

 

રાજકોટઃ ગુજરાતના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ભૂતપૂર્વ કમિશનર ડો. હેમંત ગોરધનભાઇ કોશિયાનો જન્‍મ તા. રપ ઓગષ્‍ટ ૧૯૬૧ ના દિવસે થયેલ. આજે ૬૬માં વર્ષના દ્વારે પહોચ્‍યા છે. તેઓ મુળ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાબેના ચોગઠ ગામના વતની છે. તેઓ રાજયમાં સૌથી વધુ સમય સળંગ ૧૭ વર્ષ ફુડ એન્‍ડ ડ્રગ્‍સ કમિશનર તરીકે રહેવાનું માન ધરાવે છે. હાલ નિવૃત છે.

ડો. એચ. જી. કોશિયા ફાર્મસી ક્ષેત્રે અનુસ્‍નાતકની પદવી ધરાવે છે. તેમણે બનાસકાંઠાથી ફુડ ઇન્‍સ્‍પેકટર તરીકે કારકીર્દીની શરૂઆત કરેલ. સરકારે વય મર્યાદાના કારણે નિવૃતિ પછી તેમની કામગીરીની કદરરૂપે ફરી ખોરાક અને ઔષધ નિયમન કરી તંત્રના કમિશનર તરીકે સેવા લીધી હતી.

મો. ૯૯૭૮૪ ૦૫૦૫૪ ગાંધીનગર

(11:25 AM IST)